
રાષ્ટ્રપતિએ દેશની આ 29 હસ્તીઓને નારી શક્તિ પુરસ્કારથી કરી સમ્માનિત, જુઓ યાદી
નવી દિલ્લીઃ દર વર્ષે 8 માર્ચનો દિવસ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. દેશમાં આ પ્રસંગે ઘણા પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ષ 2020 અને વર્ષ 2021 માટે 29 હસ્તીઓને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરી. આવો, જોઈએ આખી યાદી.

નારી શક્તિ પુરસ્કાર 2020
અનિતા ગુપ્તા - બિહાર - સામાજિક ઉદ્યમશીલતા
ઉષાબેન દિનેશભાઈ વસાવા - ગુજરાત - જૈવિક ખેડૂત અને જનજાતિ સ્વયંસેવિકા
નાસિરા અખ્તર - જમ્મુ કાશ્મીર - નવોન્મેષી - પર્યાવરણ સંરક્ષણ
સંધ્યા ધર - જમ્મુ કાશ્મીર - સમાજસેવિકા
નિવૃત્તિ રાય - કર્ણાટક - કન્ટ્રીહેડ, ઈંટેલ ઈન્ડિયા
ટિફેની બ્રાર - કેરળ - સમાજસેવિકા - દ્રષ્ટિબાધિતો માટે કાર્ય
પદ્મા યાંગચાન - લદ્દાખ - લદ્દાખ ક્ષેત્રમાં ભૂલી - બિસરી પાક કલા અને વસ્ત્રને પુનઃજીવિત કરવી
જોધાઈયા બાઈ બેગા - મધ્ય પ્રદેશ - જનજાતિ બેગા ચિત્રકાર
સાયલી નંદકિશોર અગવાને - મહારાષ્ટ્ર - ડાઉન સિંડ્રોમથી પીડિત કથક નૃત્યાંગના
વનીતા જગદેવ બોરાડે - મહારાષ્ટ્ર - સાપોને બચાવનાર પહેલી મહિલા બચાવકર્તા
મીરા ઠાકુર - પંજાબ - સિક્કી ગ્રાસ કલાકાર
જયા મુથૂ, તેજમ્મા(સંયુક્ત રીતે) - તમિલનાડુ - ટોડા કઢાઈ
ઈલા લોધ(મરણોપરાંત) - ત્રિપુરા - પ્રસૂતિ વિજ્ઞાની અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ
આરતી રાણા - ઉત્તર પ્રદેશ - હાથશાળ વણકર અને શિક્ષક

નારી શક્તિ પુરસ્કાર 2021
સથુપતિ પ્રસન્ના શ્રી - આંધ્ર પ્રદેશ - ભાષા વિજ્ઞાની - લઘુમતી જનજાતિ ભાષાનુ સંરક્ષણ
તાગે રીતા તાખે - છત્તીસગઢ - સમાજસેવિકા
નિરંજનાબેન મુકુલભાઈ કાલાર્થી - ગુજરાત - લેખિકા અને શિક્ષણશાસ્ત્રી
પૂજા શર્મા - હરિયાણા - ખેડૂત અને ઉદ્યમી
અંશુલ મલ્હોત્રા - હિમાચલ પ્રદેશ -વણકર
શોભા ગસ્તી - કર્ણાટક - સમાજસેવિકા - દેવદાસી પ્રથા ઉન્મૂલન માટે કાર્ય
રાધિકા મેનન - કેરળ - કેપ્ટન મર્ચન્ટ નેવી - આઈએમઓ દ્વારા સમુદ્રમાં અસામાન્ય વીરતા બતાવવા માટે પુરસ્કૃત પહેલી મહિલા
કમલ કુંભાર - મહારાષ્ટ્ર -સામાજિક ઉદ્યમી
શ્રુતિ મહાપાત્રા - ઓરિસ્સા - દિવ્યાંગજન અધિકાર કાર્યકર્તા
બતૂલ બેગમ - રાજસ્થાન - માંડ અને ભજન લોકગાયન
તારા રંગાસ્વામી - તમિલનાડુ - મનોચિકિત્સક અને શોધકર્તા
નીરજા માધવ - ઉત્તર પ્રદેશ - હિંદી લેખિકા - ટ્રાન્સજેન્ટરો અને તિબેટિયન શરણાર્થીઓ માટે કાર્ય
નીના ગુપ્તા - પશ્ચિમ બંગાળ - ગણિતજ્ઞ

પ્રધાનમંત્રીએ પણ કરી મુલાકાત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પુરસ્કૃત હસ્તીઓ સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના પુરસ્કાર સમારંભ કોવિડ-19 મહામારીના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓના કારણે 2021માં આયોજિક કરવામાં આવી શકાયો નહોતો. માટે આ વર્ષે 2020ના 14 અને 2021 માટે 15 પુરસ્કાર એમ કુલ 29 હસ્તીઓને પુરસ્કાર આપવામાં આવ્યા.