For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશના વિરોધમાં ‘કેરળ બંધ' થી RSS એ અંતર જાળવ્યુ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સબરીમાલા મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલવાની માંગ સામે કેરળમાં અપાયેલા બંધથી પોતાનું અંતર જાળવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સબરીમાલા મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલવાની માંગ સામે કેરળમાં અપાયેલા બંધથી પોતાનું અંતર જાળવ્યુ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સામે અયપ્પા સેનાએ સોમવારે કેરળ બંધનું આહવાન કર્યુ છે. આરએસએસ નેતા પી ગોપાલનકુટ્ટી માસ્ટરે કહ્યુ કે અયપ્પા સેનાને આરએસએસનો હિસ્સો સમજવાની ગેરસમજના કારણે આવો નિર્ણય કરવો પડ્યો છે.

sabrimala

પી ગોપાલનકુટ્ટી માસ્ટરે કહ્યુ કે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને મુદ્દો એવો નથી કે જેના માટે રસ્તા પર ઉતરવાની જરૂર પડે. આરએસએસને આશા છે કે સબરીમાલા મંદિરને દરેક ઉંમરની મહિલા માટે ખોલતા પહેલા સુપ્રિમ કોર્ટ આસ્થા અને પરંપરાઓનું ધ્યાન રાખશે. વળી, આરએસએસ ઉપરાંત બીજા ઘણા સંગઠનોએ પણ આ બંધથી અંતર જાળવ્યુ છે જેમાં નાયર સર્વિસ સોસાયટી અને એસએનડીપી પણ શામેલ છે.

બંધ અંગે કેરળ સરકારે કહ્યુ છે કે તે કાયદો-વ્યવસ્થા પોતાના હાથમાં લેનારા સામે કડક પગલાં લેશે. સુપ્રિમ કોર્ટમાં મહિલાઓના પ્રવેશના અધિકાર મામલે સુનાવણી ચાલી રહી છે. જેના પર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની બેંચ જલ્દી પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને માત્ર પંબા સુધી જ જવાની પરવાનગી છે.

English summary
Women's Entry in Sabarimala: RSS Distances Itself from kerala bandh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X