મહિલાઓની મુઠ્ઠીમાં છે નેતાઓની કિસ્મત
જગદલપુર, 8 નવેમ્બરઃ છત્તીસગઢના બસ્તરની જનજાતિય મહિલા મતદાતા સામાન્ય રીતે ઉમેદવારને જીતાડવામાં પુરુષો કરતા વધારે સશક્ત સાબિત થઇ રહી છે. આમપણ બસ્તર સંભાગમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષો કરતા ઘણી વધારે છે. 12માંથી 10 વિધાનસભા ક્ષેત્રોમાં જો આપણે મતદાન પ્રત્યે અભિરુચિનું આકલન કરીએ ત્યારે પણ બસ્તરની મહિલાઓ સામાન્ય રીતે મતદાન માટે વધારે ઉત્સુક અને સક્રિય જોવા મળી રહી છે.
હવે આ સ્થાપિત સત્ય છે કે બસ્તરમાં જો કોઇ ઉમેદવાર પોતાની રાજકીય પ્રસિદ્ધિ વધારવા માગે છે તો તેણે મહિલા મતદાતાઓને પ્રભાવિત અને આકર્ષિત કરવી પડશે. એ અલગ વાત છે કે, બસ્તરમાં આદિવાસી મહિલાઓ આરંભથી ઉપેક્ષિત રહી છે, જ્યારે પોતાના પરિવારનું ભરણપોષણ માટે પણ મહિલાઓ પુરુષો કરાત વધારે શ્રમ કરે છે.
જેનું તાજુ ઉદાહરણ બીજાપુરની મીના રાવતિયા છે, જેણે વિધાનસભા ચૂંટણીમાં જ્યારે વીજાપુર ક્ષેત્રમાંથી કોંગ્રેસ તરફથી પોતાને ઉમેદવાર બનાવવામાં નહીં આવતા પોતાની દ્રઢ ઇચ્છા શક્તિને પ્રદર્શન કરતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરી દીધું.
જો આપણે સંભાગની 12 બેઠકોમાં મતદાતાઓની સંખ્યા પર નજર નાંખીએ તો આપણને જાણવા મળશે કે જગદલપુર વિધાનસભા ક્ષેત્રમાં 88617 મહિલા મતદાતા તથા 86324 પુરુષ મતદાતા છે. બસ્તર વિધાનસભા ક્ષેત્રમાં 68475 મહિલા મતદાતા તથા 67579 પુરુષ મતદાતા છે. ચિત્રકોટ વિધાનસભા ક્ષેત્રમાં 78289 મહિલા મતદાતા તથા 72651 પુરુષ મતદાતા છે. નારાયણપુર બસ્તર વિધાનસભા ક્ષેત્રમાં 268845 મહિલા મતદાતા તથા 26938 પુરુષ મતદાતા છે. કેશકાલ વિધાનસભા ક્ષેત્રમાં 85381 મહિલા મતદાતા તથા 84401 પુરુષ મતદાતા છે.
આ પ્રકારે કોંડાગામ વિધાનસભા ક્ષેત્રમાં 74279 મહિલા મતદાતા તથા 73354 પુરુષ મતદાતા છે. નારાયણપુર(કોંડાગામ) ક્ષેત્રમાં 15189 મહિલા મતદાતા તથા 14822 પુરુષ મતદાતા છે. નારાયણપુર ક્ષેત્રમાં 38385 મહિલા મતદાતા તથા 36515 પુરુષ મતદાતા છે. અંતાગઢ ક્ષેત્રમાં 71361 મહિલા મતદાતા તથા 75156 પુરુષ મતદાતા છે. ભાનુપ્રતાપપુર ક્ષેત્રમાં 90189 મહિલા અને 87562 પુરુષ મતદાતા છે.
આ પ્રકારે કાંકેર ક્ષેત્રમાં 81127 મહિલા મતદાતા તથા 78505 પુરુષ મતદાતા છે. દંતેવાડામાં 88727 મહિલા મતદાતા તથા 83478 પુરુષ મતદાતા છે. વીજાપુર ક્ષેત્રમાં 78982 મહિલા મતદાતા તથા 75529 પુરુષ મતદાતા છે. કોંટા ક્ષેત્રમાં 82651 મહિલા મતદાતા તતા 75975 પુરુષ મતદાતા છે.
નોંધનીય છે કે, નારાયણપુર વિધાનસભા ક્ષેત્ર ત્રણ જિલ્લા નારાયણપરુ, કોંડાગમ અને બસ્તરની સીમાઓ સુધી વિસ્તારિત છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે, મહિલા મતદાતાઓની ભૂમિકા કોઇપણ ઉમેદવારને વિજયી બનાવવામાં મહત્વની સાબિત થઇ શકે છે.