જીન્સ પહેરનાર મહિલાઓ કિન્નર ને જન્મ આપે છે

Posted By:
Subscribe to Oneindia News

મહિલાઓના પહેરવેશ પર ઘણા વિવાદિત નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે જે ગંદુ નિવેદન સામે આવ્યું છે તેને સાંભળીને તમે વિચારમાં પડી જશો. આ વખતે મહિલાઓના જીન્સ પહેરવા પર આપત્તીજનક ટિપ્પણી કરવામાં આવી છે. કેરળમાં પોતાને સ્ટુડન્ટ કાઉન્સલર તરીકે બતાવનાર પ્રોફેસર ડો. રાજિત કુમાર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જીન્સ પહેરનાર મહિલાઓ કિન્નર ને જન્મ આપે છે. તેમના આ નિવેદન પછી રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. પ્રદેશ સરકાર ઘ્વારા આ પ્રોફેસર વિરુદ્ધ સખત પગલાં ભરતા આદેશ આપવામાં આવ્યો કે તેમને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવી નહીં. પરંતુ રાજિત હજુ પણ પોતાના નિવેદન પર વળગી રહ્યા છે. તો વિસ્તા થી આખો મામલો વાંચો...

જીન્સ પહેરનાર મહિલા

જીન્સ પહેરનાર મહિલા

કાઉન્સેલિંગ સેશન દરમિયાન રાજિત ઘ્વારા કિન્નર અને શારીરિક રૂપે કમજોર બાળકો પેદા થવા માટે ખુબ જ અજીબ કારણ આપવામાં આવ્યું હતું. તેમને કહ્યું કે જે મહિલા જીન્સ પહેરે છે તે પોતાના નારીતત્વ સાથે બાંધછોડ કરે છે તેમના બાળકો કિન્નર પેદા થાય છે. રાજિત ઘ્વારા જણાવવામાં આવ્યું કે સારા બાળકો તેમના જ પેદા થાય છે જેમાં પિતા પુરુષ અને માતા મહિલા જેમ રહે. પરંતુ જયારે માતાપિતા તેમના નારીતત્વ અને પુરૂષતત્વ સાથે બાંધછોડ કરે ત્યારે તેમના બાળકો કિન્નર પેદા થાય છે.

પહેલા પણ આપત્તીજનક નિવેદન આપી ચુક્યા છે

પહેલા પણ આપત્તીજનક નિવેદન આપી ચુક્યા છે

આવું પહેલીવાર નથી બન્યું કે ડો. રાજિત કુમાર કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ ઘણા વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે. યુટ્યુબ અને ફેસબૂક પ્લેટફોર્મ પર તેમના વિવાદિત વીડિયો કલીપ તમને જોવા મળી જશે. તેઓ આવી ઘણી વિવાદિત ટિપ્પણી કરતા આવ્યા છે તેમ છતાં પણ તેમના ફોલોવર્સ ની સંખ્યા વધારે છે.

રાજ્ય સરકાર ઘ્વારા પગલાં લેવામાં આવ્યા

રાજ્ય સરકાર ઘ્વારા પગલાં લેવામાં આવ્યા

ડો. રાજિત કુમાર ઘ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન પછી રાજ્ય સરકાર ઘ્વારા પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષામંત્રી કેકે શેલજા ઘ્વારા બધા જ સરકારી વિભાગ અને એજેન્સી ને નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્યકર્મમાં તેઓ રાજિત કુમાર ને આમંત્રિત કરે નહીં.

English summary
Women who dress like men wear jeans give birth to transgenders kerala professor

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.