Ayodhya Verdict: સુન્ની વક્ફ બોર્ડ SCના ફેસલા પર પુનર્વિચાર અરજી દાખલ નહિ કરે
નવી દિલ્હીઃ શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો સભળાવ્યો છે, કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર જ રામ મંદિર બનશે જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવામાં આવે, જેના પર તેઓ મસ્જિદ બનાવી શકે, રામ મંદિરના નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં અંદર ટ્રસ્ટ બનાવવા આદેશ આપ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે આ ફેસલો સર્વસંમતિથી સંભળાવ્યો.
આ વિશે પ્રતિક્રિયા આપતા સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું કે તેઓ અદાલતના ફેસલા પર પુનર્વિચાર અરજી દાખલ નહિ કરે, સુ્ન્ની વક્ફ બોર્ડ તરફથી જફર ફારુકીએ કહ્યું કે અમે અયોધ્યા વિવાદ પર આવેલ સુપ્રીમ કોર્ટના ફેસલાનું સ્વાગત કરીએ છીએ, અમે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે સુપ્રીમ કોર્ટનો જે ફેસલો આવશે તેને દિલથી માનવામા આવશે અને માટે અમારા તરફથી પુનર્વિચાર અરજ દાખલ કરવામાં નહિ આવે અને અમે સૌને અપીલ કરીએ છીએ કે તમામે ભાઈચારા સાથે આ ફેસલાનું સન્માન કરવું જોઈએ.
દેશમાં હાઈ અલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
હાલ દેશના તમામ રાજ્યોમાં પોલીસ અલર્ટ પર છે અને સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવ છે. અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સ્કૂલ કોલેજ સોમવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
Ayodhya Verdict: કોર્ટના ચુકાદાનો શ્રેય કેન્દ્ર સરકાર ન લઈ શકે- ઉદ્ધવ ઠાકરે