For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પર નજર, બનાવ્યું 3000 વર્ષનું કેલેન્ડર

|
Google Oneindia Gujarati News

કોટ્ટાયમ(કેરળ), 25 જૂનઃ આપણામાંથી કેટલા જાણે છે કે 15 ઓગસ્ટ 1947એ જ્યારે ભારત આઝાદ થયું, એ દિવસ શુક્રવાર હતો અથવા તો પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બુધવારે થઇ હતી, કે પછી રાજકુમારી ડાયનાનું અવસાન રવિવારના દિવસે થયું હતું.

હવે કોઇપણ વર્ષમાં ઘટેલી ખાસ ઘટનાના દિવસની જાણકારી લગાવવી હશે તો તેના માટે 14 પેજના કેલેન્ડર પર એક નજર દોડાવવાની જરૂર છે. આ કેલેન્ડર કોટ્ટાયમના એક એક્સ રે ટેક્નિશિયને તૈયાર કર્યું છે. કેરળના 47 વર્ષિય શાજી થોમસે 3000 વર્ષનું 28 પેજનું કેલેન્ડર તૈયાર કર્યું છે અને તે પોતાનું નામ ગિનિજ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાવવાની ઇચ્છા છે.

તિરુવનંતપુરમની સૈનિક સ્કૂલમાં ભણતા થોમસે ગત સ્પતાહે છાત્ર પુનર્મિલન સમારોહમાં ઉચ્ચા હોદા પર પહોંચી ચુકેલા પોતાના સાથીઓને કહ્યું હતું કે, ભલે હું એક એક્સ રે ટેક્નિશિયન છું, પણ જોજો ટૂંક સમયમાં મારું નામ વિશ્વ રેકોર્ડ બુકમાં હશે.

કેલેન્ડરનું કોપીરાઇટ

કેલેન્ડરનું કોપીરાઇટ

થોમસે કહ્યું છે કે, તેણે 3 હજાર વર્ષ(પહેલી સદીથી 3000મી સદી)ના કેલેન્ડરના કોપીરાઇટ ખરીદી લીધા છે.

28 પેજનું કેલેન્ડર

28 પેજનું કેલેન્ડર

આ સમયે મે 301 વર્ષના કલેન્ડરની પ્રિન્ટ કરી છે, જે 14 પેજની છે, 3 હજાર વર્ષનું કેલેન્ડર 28 પેજનું હશે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ માટે અરજી

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ માટે અરજી

થોમસે લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનિજ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે અરજી કરી છે.

અનેક કંપનીઓએ કર્યો સંપર્ક

અનેક કંપનીઓએ કર્યો સંપર્ક

તેમણે કહ્યું છે કે, અનેક કંપનીઓએ કેલેન્ડરના માર્કેટિંગ માટે મારો સંપર્ક કર્યો છે, પરંતુ મે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી.

આઠ વર્ષ લાગ્યા

આઠ વર્ષ લાગ્યા

આ કેલેન્ડર તૈયાર કરવા માટે તેમણે આઠ વર્ષ સુધી આકરી મહેનત કરી છે. હાલ તેઓ લિમ્કા અને ગિનિસ બુકમાં અરજી માટેના જરૂરી કાગળ બનાવી રહ્યાં છે.

English summary
Shaji Thomas, 47 year old X ray technician, now eyes an entry in the Guinness World Records for his calendar, which in 28 pages captures 3,000 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X