બૉલિવુડમાં ડ્રગ્ઝનો મુદ્દો ઉઠાવનાર ભાજપ સાંસદ રવિ કિશનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા
લખનઉઃ બૉલિવુડમાં ફેલાયેલ ડ્રગ્ઝ રેકેટ વિરુદ્ધ લોકસભા સાંસદ અને ભાજપ નેતા રવિ કિશને ખુલીને અવાજ ઉઠાવ્યો હતો. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ રવિ કિશને લોકસભામાં ડ્રગ્ઝ રેકેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. રવિ કિશન ઉપરાંત ફિલ્મ અભિનેત્રી કંગના રનોત પણ સતત બૉલિવુડમાં ડ્રગ્ઝ રેકેટ પર બોલી રહી છે ત્યારબાદ તેમને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. કંગના બાદ રવિ કિશનને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ અંગેની માહિતી ખુદ રવિ કિશને ટ્વિટ કરીને આપી છે.

મુખ્યમંત્રીનો આભાર માન્યો
રવિ કિશને ટ્વિટ કરીને લખ્યુ, 'આદરણીય શ્રદ્ધેય યોગી આદિત્યનાથ મહારાજજી, પૂજનીય મહારાજજી, મારી સુરક્ષાને જોતા તમે જે વાય પ્લસ સુરક્ષા મને ઉપલબ્ધ કરાવી છે તેના માટે હું, મારો પરિવાર અને મારા લોકસભા ક્ષેત્રની જનતા તમારી ઋણી છે અને તમારો આભાર માને છે મારો અવાજ હંમેશા સંસદમાં ગુંજતો રહેશે.' વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળ્યા બાદ રવિ કિશને કહ્યુ કે ભાજપ પોતાના કાર્યકર્તાઓનુ ધ્યાન રાખે છે, હું મુખ્યમંત્રીજીનો આભાર માનુ છુ જેમણે મને અને મારા પરિવારને સુરક્ષા પૂરી પાડી છે.

ધમકી આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે રવિ કિશનને ધમકી આપવાના સમાચારો સામે આવ્યા હતા. ત્યારબાદ રવિ કિશને કહ્યુ કે ડ્રગ્ઝ વિશે તેમણે અવાજ દેશના યુવાનોને બચાવવા માટે ઉઠાવ્યો છે અને તે આ લડાઈમાં ગોળી ખાવા માટે પણ તૈયાર છે. જો કે ધમકી મળવા અંગે તેમણે સ્પષ્ટ કંઈ કહ્યુ નથી. રવિ કિશને ધમકી અંગે થયેલા સવાલ પર કહ્યુ કે તે યોગ્ય સમય આવવા પર વાત કરશે. તેમણે કહ્યુ મે ડ્રગ્ઝ પર વાત કરી અને અવાજ ઉઠાવ્યો કારણકે મને દેશ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચિંતા છે. યુવાનો માટે મે બોલ્યુ છે. હું પોતાના વિશે નથી વિચારી રહ્યો, જો દેશનુ ભવિષ્ય માટે ગોળી પણ ખાવી પડશે તો ખઈ લેશે. મને મારા જીવની ચિંતા નથી.

મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત
હાલમાં જ રવિ કિશને શુક્રવારે દિલ્લીથી ગોરખપુર આવ્યા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. સીએમ સાથે મુલાકાત બાદ રવિ કિશને કહ્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડ્રગ્ઝના વેપારમાં લિપ્ત લોકો સામે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. હું તેમનો આભાર માનુ છુ. તેમના નેતૃત્વમાં રાજ્યમાં આવા અરાજક તત્વોનો સફાયો થશે જે આ કાળા વેપાર સાથે જોડાયેલા છે. ભાજપ સાંસદ રવિ કિશને હાલમાં જ ખતમ થયેલ મોનસુન સત્રમાં લોકસભામાં બૉલિવુડમાં ડ્રગ્ઝનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આજથી બદલાયા ટ્રાફિક નિયમો, ઘરેથી નીકળતા પહેલા જાણી લો