For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાકૂબ મેમણનું શબ માહિમ પહોંચ્યું, સાંજે 4:30 વાગે થશે અંતિમ સંસ્કાર

|
Google Oneindia Gujarati News

નાગપુરમાં આજે સવારે 7:01 વાગે વર્ષ 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણને ફાંસીના માંચડે લગાવામાં આવ્યો. ત્યારે તેને ફાંસીના ફંદે લગાવાના પહેલા નાગપુરની જેલમાં સુરક્ષાના તમામ પગલા લેવામાં આવ્યા. વધુમાં જેલમાં એન્ટી માઇન વ્હિકલ્સ પણ લગાવામાં આવ્યા.

ત્યારે ફાંસીની સજા પર લટકનાર યાકુબ સવારે 3:45 વાગ્યે જાગ્યો હતો. જે બાદ તેને નાહીને નવા કપડા પહેર્યા. સવારે 4:15 તેણે નમાઝ પઢી.

અને જે બાદ તેને 4:45 વાગે ડોક્ટરોની ટીમ દ્વારા તપાસવામાં આવ્યો. જ્યારે યાકૂબની તપાસ ડોક્ટરો કરી રહ્યા હતા ત્યારે યાકૂબે કહ્યું કે તે બિલકુલ ઠીક છે અને તેને મેડિકલ તપાસની કોઇ જરૂર નથી. તે બાદ 5 વાગે તેણે નાસ્તો કર્યો અને 6 વાગે તેને કુરાન વાંચવા માટે આપવામાં આવી. જે બાદ 6:25 તેને ફાંસીના ફંદાની સામે ઊભા કરવામાં આવ્યો અને તેને કેમ સજા આપવામાં આવી રહી છે તે સમજાવામાં આવ્યું. 6:30 તેના ચહેરા પર કાળું કપડું લગાવીને તેના હાથ બાંધવામાં આવ્યા અને તે બાદ તેને ફાંસી આપવામાં આવી. સવારે 7:01 ડૉક્ટરોએ તેને મૃત ધોષિત કર્યો. અને ત્યાર બાદ 8:15 તેનો શબને તેના પરિવારને સોંપવામાં આવ્યો.

ત્યારે યાકૂબ મેમણના મૃત્યુ પહેલા અને તે બાદ શું શું થયું અને કેટલાક ખાસ પહેલું જે યાકૂબ મેમણની મોત સાથે જોડાયા છે તે તમામ મુદ્દોઓને વાંચો નીચેના ફોટોસ્લાઇડરમાં....

યાકૂબના શબને મુંબઇ લઇ જવાશે

યાકૂબના શબને મુંબઇ લઇ જવાશે

યાકૂબના મૃત શરીરને સવારે 8:15 તેના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો. આ પ્રસંગે યાકૂબના મોટા ભાઇ સુલેમાન મેમણ હાજર હતા. વધુમાં તેના શબને એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લઇ જવામાં આવશે. જ્યાં તેના શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પરિવારે ચાર દિવસ પહેલા બુક કરાઇ કબર

પરિવારે ચાર દિવસ પહેલા બુક કરાઇ કબર

યાકૂબ મેમણના પરિવારે તેની ફાંસીની સજાના ચાર દિવસ પહેલા જ કબ્રસ્તાનમાં યાકૂબ મેમણની કબરને બુક કરાવી હતી. નોંધનીય છે કે યાકૂબ મેમણે તેના છેલ્લા શ્વાસ સુધી બચવાના તમામ પ્રયાસો કર્યા હતા.

ફાંસી વખતે 9 લોકો હતા હાજર

ફાંસી વખતે 9 લોકો હતા હાજર

જ્યારે યાકૂબ મેમણને ફાંસી આપવામાં આવી ત્યારે જેલના આઇજી, જેલર, મજિસ્ટ્રેટ, ડોક્ટર, જલ્લાદ અને બે સાક્ષી સમેત કુલ 9 લોકો હાજર હતા.

બધાના ફોન સીલ કર્યા

બધાના ફોન સીલ કર્યા

સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યાકૂબ મેમણની ફાંસી વખતે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના ફોનને સીઝ કરવામાં આવ્યા હતા.

યાકૂબ મેમણની ફાંસી દેશની સૌથી મોંધી ફાંસી

યાકૂબ મેમણની ફાંસી દેશની સૌથી મોંધી ફાંસી

મેમણની ફાંસી દેશની સૌથી મોંધી ફાંસી સાબિત થઇ. ફાંસી માટે નાગપુર જેલમાં હૈંગિંગ શેડ લગાવામાં આવ્યા છે લગભગ 23 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતા. આ એક લોખંડી સુરક્ષા કવચ હતો. જેને ભેદવો અશક્ય છે.

રાતે 3:20 વાગે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઇ

રાતે 3:20 વાગે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઇ

મોડી રાતે યાકૂબ મેમણને દયા યાચિકા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા નકારતા. રાતના 11 વાગ્યાની આસપાસ પ્રશાંત ભૂષણ અને અન્ય વકીલો યાકૂબને બચાવવાના છેલ્લા પ્રયાસ રૂપે મુખ્ય ન્યાયાધીશ એચએલ દત્તૂના ઘરે પહોંચ્યા. જ્યાં ફરી યાકૂબ મેમણની અરજી પર સુનવણી કરવાનું કહેવામાં આવ્યું. જે બાદ મોડી રાતે સુપ્રિમ કોર્ટેને ફરી ખોલવામાં આવી અને લગભગ 3 કલાક ચર્ચા કર્યા બાદ તેની અરજીને ફગાવવામાં આવી.

યાકૂબ મેમણનું શબ માહિમ પહોંચ્યું, સાંજે 4:30 વાગે થશે અંતિમ સંસ્કાર

યાકૂબ મેમણનું શબ માહિમ પહોંચ્યું, સાંજે 4:30 વાગે થશે અંતિમ સંસ્કાર

યાકૂબ મેમણનું શબ પહોંચ્યું માહિમ
મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણનું શબ મુંબઇ ખાતે તેના માહિમના ઘર પહોંચ્યું. નોંધનીય છે કે મોટી સંખ્યામાં લોકોના ટોળા યાકૂબ મેમણને જોવા ઉમટ્યા હતા

ચુસ્ત બંદોવસ્ત

ચુસ્ત બંદોવસ્ત

આજે યાકૂબ મેમણને ફાંસીની સજા મળતા આજ સવારથી માહિમ અને સમગ્ર મુંબઇમાં સુરક્ષાના ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

સાંજે 4:30 અંતિમ સંસ્કાર

સાંજે 4:30 અંતિમ સંસ્કાર

માનવામાં આવી રહ્યું છે કે માહિમ ખાતે યાકૂબનો મેમણનો પરિવાર તેની અંતિમ વિધિ કરશે.

યાકૂબના છેલ્લા શબ્દો

યાકૂબના છેલ્લા શબ્દો

યાકૂબ મેમણે તેના કેદી સાથીઓ આગળ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે કાશ તેણે તેના ભાઇ ટાઇગર મેમણની વાત માની હોત અને તે ભારત પરત ના ફર્યો હોત તો તે જીવતો હોત. તેણે કહ્યું કે ભારતની ન્યાય પ્રણાલિએ તેની સાથે અન્યાય કર્યો છે.

English summary
Yakub Memon, one of the key conspirators in the deadly 1993 Bombay blasts, was hanged to death on Thursday, July 30 in Nagpur Central jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X