For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ખોટા આંકડાઓથી દેશને ભરમાવી રહી છે મોદી સરકાર': યશવંત સિન્હા

ભાજપ છોડી ચૂકેલા યશવંત સિન્હાએ ફરીથી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકારે દેશને ગુમરાહ કરવાનું કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ છોડી ચૂકેલા યશવંત સિન્હાએ ફરીથી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકારે દેશને ગુમરાહ કરવાનું કામ કર્યુ છે. તેમણે રૂપિયાના ઘટાડા અંગે પણ મોદી સરકારને આડા હાથે લીધા. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકાર ખોટા આંકડાઓ દ્વ્રારા દેશને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

yashvant sinha

યશવંત સિન્હાએ કહ્યુ કે લાખો કરોડ રૂપિયા રોકાણકારોએ કાઢી લીધા છે અને આ ચિંતાની વાત છે. તેમણે કહ્યુ કે આ પહેલા યુપીએ સરકારમાં વર્ષ 2013 દરમિયાન રૂપિયામાં ઘટાડો આવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે રૂપિયા આઈસીયુમાં જતા રહ્યા છે. પરંતુ આજે રૂપિયો ડૉલરના મુકાબલે 75 ની નજીક પહોંચી જવા છતાં પણ ચૂપ છે.

આ પણ વાંચોઃ સતલોક આશ્રમ મામલે સંત રામપાલ સામે આજે ચુકાદો, સઘન સુરક્ષા વ્યવસ્થાઆ પણ વાંચોઃ સતલોક આશ્રમ મામલે સંત રામપાલ સામે આજે ચુકાદો, સઘન સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતમાં યુપી-બિહારના લોકો પર હુમલાની ઘટના પર પણ તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ગુજરાતની ભાજપ સરકારે હિંદી ભાષી શ્રમિકો પર થઈ રહેલા હુમલાને રોકવા માટે ઠોસ પગલાં લેવા જોઈતા હતા. તેમણે કહ્યુ કે કોઈ એક વ્યક્તિના ગુના માટે સમગ્ર સમાજને જવાબદાર ગણી શકાય નહિ. તેમણે કહ્યુ કે કાયદો વ્યવસ્થા સંભાળવી રાજ્ય સરકારનું કામ છે અને હુમલા બાદ પ્રવાસીઓને સુરક્ષા આપવી જોઈતી હતી.

આ પણ વાંચોઃ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરોઆ પણ વાંચોઃ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો

English summary
yashwant singh attacks modi government, says country being misled with fake economic data
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X