For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પાસે કોઈ ટીમ નથી, બસ બે લોકોની સરકાર છે: યશવંત સિન્હા

કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ઘ્વારા ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર પ્રહાર કરવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ઘ્વારા ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર પ્રહાર કરવામાં આવ્યા છે. યશવંત સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વાજપેયીના જમાનાથી ઉંધી નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર ફક્ત બે લોકોની સરકાર છે. ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા આવેલા યશવંત સિન્હાએ મીડિયા સાથે વાતચીત કરતા બીજેપી પર આરોપ લગાવ્યો. આપને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં યશવંત સિન્હા કેબિનેટમાં નાણાં અને વિદેશ મંત્રી જેવા અગત્યના પદો પર રહ્યા હતા.

આ સરકારમાં જો કોઈ ટીમ છે તો તેમના ફક્ત બે લોકો જ છે

આ સરકારમાં જો કોઈ ટીમ છે તો તેમના ફક્ત બે લોકો જ છે

મીડિયા ઘ્વારા જયારે યશવંત સિન્હાને મોદી સરકાર અને વાજપેયી સરકારના ફરક વિશે સવાલ કર્યો તો તેના જવાબમાં યશવંત સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સૌથી મોટો ફરક છે કે મારા સમયમાં એક ટીમ હતી. ટીમ સાથે મળીને કામ કરતી હતી. આજે કોઈ ટીમ નહીં. આ સરકારમાં બસ બે લોકોની ટીમ છે.

મોદીનું ગુજરાત મોડલ ફેલ થઇ ચૂક્યું છે

મોદીનું ગુજરાત મોડલ ફેલ થઇ ચૂક્યું છે

હાલમાં જ ભાજપ સદસ્યમાંથી રાજીનામુ આપી દેનાર 79 વર્ષના નેતા અલગ અલગ મુદ્દાઓ પર મોદી સરકારની આલોચના કરી રહ્યા છે. દેશમાં સતત વધી રહેલા તેલના ભાવ પર યશવંત સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્રં સરકારને જનતાની કોઈ ચિંતા નથી. યશવંત સિન્હા સાથે ગુજરાત આવેલા શત્રુગ્ન સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદીનું ગુજરાત મોડલ ફેલ થઇ ગયું છે.

યશવંત સિન્હાએ હાર્દિક પટેલની મુલાકાત લીધી

યશવંત સિન્હાએ હાર્દિક પટેલની મુલાકાત લીધી

હાર્દિક પટેલને મળ્યા બાદ ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ કહ્યું હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તેનો પ્રભાવ આખા દેશ પર પડ્યો છે. આખા દેશમાં આ વાતની ચર્ચા થઈ રહી છે કે હાર્દિક પટેલ આ મુદ્દાઓને લઈને અનસન કરી રહ્યો છે અને આટલા દિવસો વિતિ ગયા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ જ પ્રકારની વાતચીત કરવાની કોશિશ સુદ્ધા નથી કરી.

English summary
Yashwant Sinha says Modi government has no team, it's a two-person regime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X