• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યા

|

વર્ષ 2018ની વિદાયમાં હવે થોડા કલાકો જ બાકી છે અને લોકો આતુરતાથી નવા વર્ષ એટલે કે વર્ષ 2019ની રાહ જોઈ રહ્યા છે. નવા વર્ષ ટે હંમેશા લોકો કંઈક સંકલ્પ લે છે. જેમકે ખરાબ આદતો છોડી દેશે કે પછી કંઈક નવુ પોતાના જીવનમાં શામેલ કરશે. જરૂરી એ પણ છે કે કે ગયા વર્ષમાં જે કંઈ પણ ખોટુ આપણે જોયુ કે સાંભળ્યુ છે તે આગલા વર્ષે જોવા ન મળે. આ કડીમાં આપણા દેશના નેતાઓ પણ છે જેમણે વર્ષ 2018માં પોતાના વિરોધીઓ પર ખાનગી હુમલા કરવામાં કોઈ કસર છોડી નહી. ભલે સત્તા પક્ષના મંત્રી હોય કે વિપક્ષના નેતા બંને તરફથી ઘણી વાર નિવેદનોના એવા 'ઝેરીલા તીર' ચલાવવામાં આવ્યા જેમણે રાજકારણને પણ શરમાવી દીધુ. આવો જાણીએ વર્ષ 2018ના એ ખાનગી હુમલા જેને આપણે વર્ષ 2019માં બિલકુલ સાંભળવા નહિ ઈચ્છીએ.

પીએમ નરેન્દ્ર મોદીના ખાનગી હુમલા

પીએમ નરેન્દ્ર મોદીના ખાનગી હુમલા

વર્ષ 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના વિરોધીઓ પર ખૂબ હુમલા કર્યા પરંતુ ઘણી વાર તેમના હુમલા વિવાદોમાં ઘેરાઈ ગયા. સંસદના શિયાળુ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન પીએમ મોદીએ આધાર કાર્ડ અંગે લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આ વિશે 1998માં આ સંસદમાં જણાવવામાં આવ્યુ હતુ. આ નિવેદન દરમિયાન કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી હસવા લાગ્યા. આના પર સંસદ અધ્યક્ષ વેંકૈયા નાયડુએ નારાજગી વ્યક્ત કરી પરંતુ પીએમ મોદી બોલ્યા, ‘સભાપતિ મહોદય તને રેણુકાજીને કંઈ ન કહો. આવુ હાસ્ય રામાયણ સીરિયલ બાદ આજે સાંભળવા મળી છે.' પીએમ મોદીના આ નિવેદનનો ઈશારો સ્પષ્ટ હતો કે તેમણે રેણુકા ચૌધરીની તુલના સૂર્પણખા સાથે કરી. પીએમ મોદીના આ નિવેદન પર ઘણો વિવાદ થયો.

હાલમાં જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીના એક ખાનગી હુમલા અંગે ઘણો વિવાદ થયો. જયપુરમાં 4 ડિસેમ્બરે એક ચૂંટણી રેલીમાં ભાષણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યુ, ‘હવે હું તમને કહેવા ઈચ્છુ છુ કે આ નામદાર પરેશાન કેમ છે. આ કોંગ્રેસવાળાઓની ઉંઘ હરામ કેમ થઈ ગઈ છે. આનું કારણ છે કે મોદી જે એક-એક પગલા લઈ રહ્યા છે તેમની એક એક દુકાન બંધ થઈ રહી છે. તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશમાં કોંગ્રેસે એવી સરકાર ચલાવી, જે દીકરી પેદા નથી થઈ, જે દીકરીનો જન્મ નથી થયો, કોંગ્રેસની સરકારોના કાગળ પર, તે દીકરી વિધવા પણ થઈ ગઈ અને દીકરીને વિધવા પેંશન પણ મળવાનું શરૂ થઈ ગયુ. આ કોંગ્રેસની કઈ વિધવા હતી જેના ખાતામાં રૂપિયા જતા હતા?'

‘ચોકીદાર જ ચોર છે'

‘ચોકીદાર જ ચોર છે'

વર્ષ 2018માં રાફેલ ડીલ અંગે સંસદ અને રસ્તા પર ઘણો હોબાળો થયો. કેન્દ્ર સરકાર સામે સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવ્યો. ત્યારબાદ રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર આ મુદ્દા અંગે હુમલાખોર રહ્યા અને એક ચૂંટણી રેલીમાં ખાનગી હુમલો કરતા કહ્યુ, ‘ચોકીદાર જ ચોર છે'. રાહુલ ગાંધીના આ નિવેદન માટે ભાજપે ઘણો વિરોધ કર્યો અને કહ્યુ કે રાહુલને પ્રધાનમંત્રી પદની ગરિમાનો ખ્યાલ નથી.

રાજબબ્બરનું પીએમ મોદીની મા પર નિવેદન

રાજબબ્બરનું પીએમ મોદીની મા પર નિવેદન

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાજ બબ્બરે પીએમ મોદી વિવાદિત ટીપ્પણી કરતા કહ્યુ, ‘પ્રધાનમંત્રી બનતા પહેલા મોદી કહેતા હતા કે ડૉલર સામે રૂપિયો એટલે ગગડી ગયો છે કે આનુ મૂલ્ય મનમોહન સિંહની ઉંમર જેટલુ પહોંચી ગયુ છે. પ્રધાનમંત્રી મહોદય, તમે તો ત્યારે સમ્માનથી તેમનું નામ સુધ્ધા નહોતુ લીધુ પરંતુ અમારી પરંપરા એ નથી કહેતી. અમે તો એ કહેવા ઈચ્છીશુ કે આજે રૂપિયા ગગડીને તમારા પૂજનીય માતાજીની ઉંમર સુધી પહોંચવાનો શરૂ થઈ ગયો છે.' રાજ બબ્બરના આ નિવેદન પર પીએમ મોદીએ ચૂંટણી રેલીઓમાં કહ્યુ કે કોંગ્રેસના નેતાઓ હવે તેમની માને પણ રાજકારણમાં ઢસડી રહ્યા છે.

અનિલ વિજે રાહુલને કહ્યા નિપાહ વાયરસ

અનિલ વિજે રાહુલને કહ્યા નિપાહ વાયરસ

હરિયાણાના મંત્રી અનિલ વિજ ઘણીવાર પોતાના વિવાદિત નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. વર્ષ 2018માં પણ અનિલ વિજે ઘણા પ્રસંગે વિવાદિત નિવેદનો આપ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખાનગી હુમલો કરતા તેમણે કહ્યુ કે, ‘રાહુલ ગાંધી નિપાહ વાયરસ જેવા છે જે પણ રાજકીય પક્ષ તેમના સંપર્કમાં આવશે તે ફના થઈ જશે.'

‘મોદીના પિતા વિશે કોઈ નથી જાણતુ'

‘મોદીના પિતા વિશે કોઈ નથી જાણતુ'

વર્ષ 2018માં કોંગ્રેસ નેતાએ તરફથી ઘણા પ્રસંગોએ ખાનગી હુમલા કરવામાં આવ્યા. આ કડીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા વિલાસરાવ મુત્તેમવારે એક સભામાં પીએમ મોદી અંગે ખાનગી હુમલો કરતા કહ્યુ, ‘આખી દુનિયા રાહુલ ગાંધીની પેઢીઓ વિશે જાણમે છે પરંતુ કોઈ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતા વિશે નથી જાણતા. તેમછતાં તે રાહુલ ગાંધી પાસે હિસાબ માંગી રહ્યા છે.' કોંગ્રેસ નેતાની આ ટીપ્પણી માટે ભાજપ નેતાઓએ વિરોધ વ્યક્ત કરીને માફી માંગવા માટે કહ્યુ હતુ.

રાહુલ ગાંધીને કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, ‘નાલીકા કીડા'

રાહુલ ગાંધીને કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, ‘નાલીકા કીડા'

વિવાદિત નિવેદન અને ખાનગી હુમલા કરનારા નેતાઓની યાદીમાં કેન્દ્રીય મંત્રી અને બિહારની બક્સર સીટના સાંસદ અશ્વિની ચૌબેનું નામ પણ શામેલ છે. અશ્વિની ચૌબેએ બિહારના સાસારામમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કરતા રાહુલ ગાંધીને નાલીનો કીડો સુધ્ધા કહી દીધુ. અશ્વિની ચૌબેએ કહ્યુ, ‘પ્રધાનમંત્રી ગગન કે જેસા, ઓર જો આજ કા કોંગ્રેસ અધ્યક્ષ હે ઉનકા આકાર કેસા, નાલી કે કીડે જેસા.'

સંજય નિરુપમની રાજ્યપાલ પર વિવાદિત ટિપ્પણી

સંજય નિરુપમની રાજ્યપાલ પર વિવાદિત ટિપ્પણી

મે 2018માં થયેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ બહુમત ના હોવાના છતાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને રાજ્યપાલ વજુભાઈ વાળા વિવાદોમાં ઘેરાયા હતા. રાજ્યપાલના વલણની ટીકા કરતા કોંગ્રેસ નેતા સંજય નીરુપમે તેમના પર ખૂબ જ વિવાદિત ટીપ્પણી કરી. સંજય નિરુપમે મીડિયા સામે નિવેદન આપતા કહ્યુ, ‘વજુભાઈ વાળાજીએ આ દેશમાં વફાદારીનું નવુ કીર્તિમાન સ્થાપિત કર્યુ છે. હવે કદાચ હિંદુસ્તાનનો દરેક વ્યક્તિ પોતાના કૂતરાનું નામ વજુભાઈ વાળા જ રાખશે કારણકે આનાથી વધુ વફાદારી તો કોઈ ના હોઈ શકે.'

સીએમ વસુંધરા રાજેને ગણાવ્યા ‘મોટી'

સીએમ વસુંધરા રાજેને ગણાવ્યા ‘મોટી'

હાલમાં જ પૂર્ણ થયેલ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન શરદ યાદવે પણ વિવાદિત નિવેદન આપતા મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપર ખાનગી હુમલો કર્યો. રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી રેલી દરમિયાન શરદ યાદવે વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યુ, ‘વસુંધરાને આરામ આપો, બહુ થાકી ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે, પહેલા પાતળી હતી. અમારા મધ્ય પ્રદેશની દીકરી છે.' જો કે જ્યારે તેમના નિવેદન પર હોબાળો થયો ત્યારે તેમણે કહ્યુ, ‘તેમના પરિવાર સાથે અમારા ઘણા જૂના સંબંધો છે અને જો મારા શબ્દોથી તેમને દુઃખ પહોંચ્યુ હોય તો હું ખેદ વ્યક્ત કરુ છુ. હું આ અંગે સીએમ રાજેને પણ પત્ર લખીશ.'

શશિ થરૂરે મોદીને ગણાવ્યા ‘વિંછી'

શશિ થરૂરે મોદીને ગણાવ્યા ‘વિંછી'

પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચાઓમાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પીએમ મોદી પર નિવેદન આપતા કહ્યુ, ‘સંઘના સભ્યએ એક પત્રકારને નામ ન જાહેર કરવાની શરતે કહ્યુ હતુ કે મોદી આરએસએસ માટે શિવલિંગ પર બેઠેલા એ વિંછી જેવા છે જેને ના તો હાથ પરથી હટાવી શકાય છે અને ના તો ચંપલથી મારી શકાય છે, જો હાથેથી હટાવ્યા તો તે ખરાબ રીતે ડંખ મારશે.' થરૂરના આ નિવેદન માટે તેમની સામે કેટલાક લોકોએ ફરિયાદ પણ નોંધાવી હતી. વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે આ હિંદુસ્તાન છે, જો પાકિસ્તાન હોત તો શશિ થરૂરની જીભને ચૂપ કરાવી દીધી હોત. ગિરિરાજ સિંહે કહ્યુ કે શશિ થરૂરે માત્ર પીએમનું અપમાન નથી કર્યુ પરંતુ કરોડો હિંદુસ્તાનીઓ અને ભગવાન શિવને પણ અપમાનિત કર્યા છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ ચૂંટણીઃ શેખ હસીનાની જીત અને ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો

English summary
Year Ender 2018: Top Personal Attacks by Leaders on Their Opponents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X