Year Ender 2021 : આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે દરેકને યાદ હશે
Year Ender 2021 : વર્ષ 2021 સારી અને ખરાબ યાદો સાથે પસાર થયું છે. નવું વર્ષ તમારા જીવનમાં નવી આશાઓ સાથે આવશે. લોકો વર્ષ 2022 આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વીતેલા વર્ષની યાદો હજૂ પણ લોકોના મનમાં તાજી છે અને કદાચ હંમેશા તાજી રહેશે. જો કે, વર્ષ 2021 કોરોના વાયરસના ભય, જરૂરી આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે શરૂ થયું હતું.
2021ના વર્ષ દરમિયાન લોકો કોરોનાના ભયના છાયા હેઠળ હતા. આ વર્ષે પણ લોકોને ઓક્સિજનની અછત, હોસ્પિટલોમાં પથારીની અછત, સંક્રમણથી બચવા માટેના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કોરોના સિવાય દેશમાં ઘણી મોટી ઘટનાઓ બની, જે દેશના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે અને લોકો આ ઘટનાઓને હંમેશા યાદ રાખશે. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ઘણી સારી અને ખરાબ ઘટનાઓ બની છે, તો ચાલો જાણીએ વર્ષ 2021ની સૌથી મોટી પાંચ ઘટનાઓ વિશે.

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા ખાતે હિંસા
વર્ષ 2020થી ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠા હતા, પરંતુ આ વર્ષની શરૂઆતમાં ખેડૂતોનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે ખેડૂતોએ પ્રજાસત્તાક દિન નિમિત્તેટ્રેક્ટર માર્ચ કાઢી હતી.
દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો જ્યારે લાલ કિલ્લા તરફ આગળ વધ્યા, ત્યારે ઉગ્ર લાઠીચાર્જ થયો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચેવિવાદ વકર્યો હતો.
ખેડૂતો રોષે ભરાયા હતા. કેટલાક ઉપદ્રવીઓ લાલ કિલ્લા પર ચઢી ગયા અને નિશાન સાહિબનો ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું. આ ટ્રેક્ટર માર્ચગણતંત્ર દિવસની હિંસામાં ફેરવાઈ ગઈ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. તેમજ આ ઘટનામાં સરકારી સંપત્તિને કરોડોનું નુકસાન થયું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ
આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર છે. જુલાઈ-ઓગસ્ટમાં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. જેમાં નીરજચોપરાએ જેવલિન થ્રોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સાથે જ ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે. ભારત માટે આ કોઈઉજવણીથી ઓછું ન હતું.

દેશમાં અપાયા 100 કરોડ રસીના ડોઝ
કોરોના સંક્રમણના જોખમ વચ્ચે દેશને, ત્યારે રાહત મળી જ્યારે ઓક્ટોબરમાં ભારતે રસીના 100 કરોડ ડોઝ પૂરા કરીને ઈતિહાસ રચ્યો હતો.
રસીકરણ અભિયાનમાંભારતના નામમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. રસીકરણમાં 100 કરોડનો આંકડો પૂર્ણ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. દેશે માત્ર 9 મહિનામાં આ સિદ્ધિમેળવી છે.

પેન્ડોરા પેપર લીક
ઓક્ટોબરમાં જ પેન્ડોરા પેપર્સ લીકથવાથી લોકોને આશ્ચર્ય થયું હતું. આ કૌભાંડમાં 90 દેશોના સેંકડો રાજકારણીઓ અને જાણીતી હસ્તીઓના નામ બહાર આવ્યા હતા.
જેમણે પોતાની સંપત્તિ છૂપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો હોય. ભારત માટે આ ખુલાસો મોટો હતો. કારણ કે, પેન્ડોરા પેપર લીકમાં ક્રિકેટના દિગ્ગજ સચિનતેંડુલકરનું નામ પણ સામે આવ્યું હતું. આ યાદીમાં 300 ભારતીયોના નામ સામે આવ્યા છે.

CDS બિપિન રાવતનું નિધન
વર્ષના છેલ્લા મહિનાની શરૂઆતમાં ભારત માટે દુઃખનો સમય આવ્યો, જ્યારે વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના બની, ત્યારે સેનાના સર્વોચ્ચઅધિકારી સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં હાજર હતા.
હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓપણ હતા. આ અકસ્માતમાં દેશે 14 મોટા સેના અધિકારીઓને ગુમાવ્યા હતા.

21 વર્ષ બાદ ભારતની દીકરી બની મિસ યુનિવર્સ
સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ ભારતની વધુ એક દીકરીને મિસ યુનિવર્સ 2021નો ખિતાબ મળ્યો છે.
21 વર્ષ બાદ ચંદીગઢની હરનાઝ કૌર સંધુએ દેશને આ ખુશીઆપી છે. આ ખિતાબ મેળવનાર તે ભારતની ત્રીજી મહિલા છે.