યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર પર ઈડીએ કસ્યો ગાળિયો, કરી પૂછપરછ
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ યસ બેંકના ગ્રાહકોમાં હાહાકાર મચેલો છે. ખાતાધારકો પોતાના જ પૈસા બેંકમાંથી કાઢી નથી શકતા. આ અંગે ઈડીએ ભ્રષ્ટાચારમાં શંકાસ્પદ બેંકના સંસ્થાપક રાણા કપૂર સામ મની લૉડ્રિંગનો કેસ નોંધ્યો છે. શનિવારે ઈડીએ કાર્યાલયમાં રાણા કપૂર સાથે પૂછપરછ કરી. તમને જણાવી દઈએ કે શુક્રવારની રાતે ઈડીએ રાણા કપૂરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને રેડ પાડી હતી.
49 ટકા ભાગીદારી ખરીદી શકે છે એસબીઆઈ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા(એસબીઆઈ)ના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે તેમની બેંક યસ બેંકની 49 ટકા ભાગીદારી ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ વિશે સોમવારે તે પોતાનો નિર્ણય જણાવી દેશે. શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને રજનીશ કુમારે કહ્યુ, યસ બેંકને સંકટમાંથી બચાવવા માટે કમસે કમ 20,000 કરોડ રૂપિયાની જરૂર છે. બેંકને કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર કાઢવાની છે તેના પર સતત વિચાર વિમર્શ થઈ રહ્યો છે. આ રણનીતિ સોમવાર સુધી તૈયાર કરી લેવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ જમ્મુમાં બે શંકાસ્પદ દર્દી મળ્યા, 31 માર્ચ સુધી શાળાઓ બંધ