હા, હું પાકિસ્તાની છુ, આ દેશ નરેન્દ્ર મોદી, અમિત શાહના બાપનો નથીઃ અધીર રંજન
પોતાના નિવેદનોના કારણે ઘણી કારણે વિવાદોમાં ઘેરાતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ ફરીથી એક વાર પોતાના નિવેદનના બચાવમાં એવી વાત કહી છે જેના કારણે તે સમાચારોમાં આવી ગયા છે. પોતાના લેટેસ્ટ નિવેદન પર હોબાળો થયા બાદ અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે ભાજપવાળા તેમનો પરિચય પાકિસ્તાની તરીકે કરાવે છે પરંતુ આજે હું કહેવા ઈચ્છુ છુ કે હા હું પાકિસ્તાની છુ. અધીર રંજનના આ નિવેદન બાદ તે સમાચારોમાં આવી ગયા છે.

સાચુ કહેવા પર દેશદ્રોહી કહેવામાં આવે છે
અધીર રંજન ચૌધરીએ આ નિવેદન પશ્ચિમ બંગાળના નોર્થ પરગણા 24માં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ. તેમણે કહ્યુ કે મને પાકિસ્તાની કહીને બોલાવવામાં આવે છે. આજે હું કહેવા ઈચ્છુ છુ કે હા, હું પાકિસ્તાની છુ, તમે જે કરવા ઈચ્છો છો, કરી શકો છો. આપણા દેશમાં આજે કોઈ પણ સાચી વાત નથી કહી શકતા,જે પણ સાચુ કહે છે તેને દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે. અધીર રંજને કહ્યુ કે આજે આપણે ક્યાં રહી રહ્યા છે? આપણને કેમ એ જ કરવા માટે કહેવામાં આવે છે જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહે છે. આ વાત કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી.

દેશ મોદી-શાહનો બાપ નથી
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે આ દેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહના બાપનો નથી. હિંદુસ્તાન કોઈના પણ બાપની સંપત્તિ નથી. એ બંનેએ એ વાત સમજવી જોઈએ જોઈએ,આજે તે છે, કાલે નહિ રહે. તમને જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરીએ હાલમાં જ જે નિવેદન આપ્યુ હતુ તેના કારણે તે ચર્ચાનુ કેન્દર બન્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ડીએસપી દેવેન્દ્ર સિંહની ધરપકડ બાદ તેમણે કહ્યુ હતુ કે જો દેવેન્દ્ર સિંહ દેવેન્દ્ર ખાન હોત તો શું આરએસએસની ટ્રોલ આર્મી આ મુદ્દાને આ રીતે જોતી, આ મુદ્દાને ઉછાળતી નહિ.

પહેલા પણ રહી ચૂક્યા છે વિવાદ
રંજન ચૌધરીના આ નિવદન પર જોરદાર વિવાદ થયો. જો કે કોંગ્રેસે ચૌધરીના આ નિવેદનથી અંતર જાળવ્યુ હતુ. આ પહેલી વાર નહોતુ જ્યારે અધીર રંજન ચૌધરીએ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. આ પહેલા તેમણે સંસદમાં જમ્મુ કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવ્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહિ અધીર રંજન ચૌધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઘૂસણખોરો ગણાવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ દિલ્લીમાં કેજરીવાલને ઘેરવા માટે ભાજપનો નવો પ્લાન, આ પાર્ટી સાથે ચૂંટણી લડવા તૈયાર