For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ બાબા

બેથી વધુ બાળક હોવા પર મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએઃ રામદેવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે વસતી વધારાને લઈ નિવેદન આપ્યું છે જેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. રામદેવે કહ્યું કે જે લોકોના બેથી વધુ બાળકો હોય તેમના મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ. આ લોકોને ચૂંટણીમાં ભાગ લેવાની ભાગ લેવાની મંજૂરી ન હોવી જોઈએ. તેમને સરકારી સ્કૂલ, હોસ્પિટલનો ઉપયોગ કરવાની અનુમતિ ન હોવી જોઈએ, સાથે જ આવા લોકોને સરકારી નોકરી પણ ન આપવી જોઈએ. બાબા રામદેવે કહ્યું કે આવું કરવાથી દેશની વધતી વસ્તી પર કંટ્રોલ કરી શકાશે.

ramdev baba

વધુમાં બાબા રામદેવે કહ્યું કે હાલના સમયમાં રાજનૈતિક અસહિષ્ણુતા પોતાના શિખર પર છે. તેમણે કહ્યું કે પાછલા કેટલાય દિવસોમાં મેં જીવનમાંથી રાજનીતિ ડિલીટ કરી રાખી છે, આ સમયે દેશમાં રાજનૈતિક ઘમાસાણ મચ્યું છે. તેમણે કહ્યું કે હાર કે જીત ભલે ગમે તેની હોય પરંતુ ચૂંટણી જબરદસ્ત થશે, બંને તરફ ધુરંધર મેદાનમાં છે. રામદેવ બાબાએ કહ્યું કે હાલના સમયમાં લોકો પોતાની ગરિમા ભૂલી ચૂક્યા છે, એકબીજા પર કોઈપણ પ્રકારનું કિચડ ઉડાળી રહ્યા છે. રામ મંદિર પર પણ પોતાની ચુપ્પી તોડતાં રામદેવ બાબાએ કહ્યું કે આ મુદ્દા પર જેટલો તેજ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે સરકારે પણ તેટલી જ તેજીથી કામ કરવું જોઈએ.

તાજેતરમાં જ ભગવાન હનુમાનની જાતિને લઈ જેવી રીતે વિવાદ થયો હતો તેના પર રામદેવ બાબાએ કહ્યું કે શાસ્ત્રોમાં હનુમાનની જાતિનો ઉલ્લેખ નથી, પરંતુ ગુણોના આધારે જોઈએ તો તેઓ બ્રાહ્મણ છે, તેઓ વેદોના જાણકાર છે. તેઓ યોદ્ધા છે આ હિસાબે તેઓ ક્ષત્રીય છે.

આ પણ વાંચો- પ્રિયંકા ગાંધીને કેમ સોંપવામાં આવી પૂર્વ યૂપીની જવાબદારી, જાણો પડદા પાછળનું કારણ

English summary
Yog Guru Ramdev says Those who have more than 2 children, their voting rights should be taken away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X