રાજકીય હાલાત બહુ મુશ્કેલ, આગામી પીએમ કોણ બનશે કહેવું મુશ્કેલઃ રામદેવ
નવી દિલ્હીઃ લોકસભા 2019ની સેમી ફાઈનલ માનવામાં આવતી પાંચ રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાંથી ત્રણમાં કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે જ્યારે ભાજપ એકેય રાજ્યમાં જીત હાંસલ ન કરી શક્યું ત્યારે સવાલ ઉઠે છે કે શું ખરેખર 2019 લોકસભા ચૂંટણીમાં સત્તા પલટો થશે? જો કે ગુજરાતની મહત્વની મનાતી જસદણ સીટ પર થયેલ પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયાને લોકો જંગી બહુમતીથી ચૂંટ્યા છે ત્યારે અટકળો લગાવવી અઘરી છે કે લહેર મોદીની ફેવરમાં છે કે મોદી વિરોધી? ત્યારે અહીં જાણો રામદેવ બાબાએ આ વિશે શું કહ્યું?

રામદેવ બાબાએ શું કહ્યું?
લોકસભા ચૂંટણી 2014 દરમિયાન નરેન્દ્ર મોદીનો રાગ લગાવનાર યોગ ગુરુ બાબા રામદેવે આગામી લોકસભા ચૂંટણી 2019 પહેલા કહ્યું કે આગામી વડાપ્રધાન કોણ શે, તે વિશે કંઈ કહી ન શકાય. તમિલનાડૂના મુદૈરમાં મીડિયાને સંબોધિત કરતા રામદેવ બાબાએ કહ્યું કે, 'રાજનૈતિક હાલાત બહુ અઘરા છે, એ કહેવું મુશ્કેલ છે કે આગામી પીએમ કોણ બનશે. હું રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યો, હું કોઈને સમર્થન પણ નથી કરતો અને કોઈનો વિરોધ પણ નહિં.'

કોણ બનશે પીએમ?
યોગગુરુ રામદેવ બાબાએ કહ્યું કે અમારું લક્ષ્ય સાંપ્રદાયિક અથવા હિન્દુ ભારત બનાવવાનું નથી, અમે ભારત અને દુનિયાને આધ્યાત્મિક બનાવવા માંગીએ છીએ. રામદેવના નિવેદનને હાલની રાજનૈતિક સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જેમાં વિપક્ષી દળ કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં હિન્દી પટ્ટીના રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્તાનમાં ભાજપને માત આપતાં સત્તામાં વાપસી કરી છે.

નસીરુદ્દીન શાહના નિવેદન પર પણ જવાબ આપ્યો
જણાવી દઈએ કે તાજેતરમાં જ યોગગુરુ રામદેવ બાબાએ બૉલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહે આપેલ નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં જેટલી સામાજિક સહિષ્ણુતા છે, તેટલી દુનિયાના અન્ય કોઈપણ દેશમાં નથી અને નસીરુદ્દીન શાહે આ વસ્તુ દુનિયા ફરીને જોઈ લેવું જોઈએ. આની સાથે જ તેમણે હનુમાનજીને લઈ રાજનેતાઓના નિવેદન પર કહ્યું કે વૈદિક કાળમાં જન્મના આધાર પર જાતિ વ્યવસ્થા નહતી અને હનુમાનજીને જાતિ સાથે જોડવા આપણા મહાપુરુષોનું અનાદર સમાન છે.