For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા સાહેબનું નામ બદલાયું, હવે ભીમરાવ "રામજી" આંબેડકર થશે

યોગી આદિત્યનાથ સરકારે હવેથી તેના તમામ રાજકીય નોંધોમાં સંવિધાનના નિર્માતા તેવા ભીમરાવ આંબેડકરના નામ સાથે રામ જી જોડશે.આ નિર્ણય પાછળ મહત્વનું કારણ શુ છે. જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નિર્ણય લીધો છે કે તે તમામ રાજકીય નોંધોમાં સંવિધાનના નિર્માતા તેવા ભીમરાવ આંબેડકરના નામ સાથે રામ જી જોડશે. યોગી સરકારે બુધવારે તેના તમામ વિભાગો અને ઇલ્લાહબાદની તમામ કોર્ટ બેંચોને આ આદેશ આપ્યો છે કે તે હવેથી તેમની નોંધોમાં ડોક્ટર ભીમરાવ અંબેડકરની જગ્યાએ ડોક્ટર ભીમરાવ રામજી અંબેડકર જેવી જોડણીનો ઉપયોગ કરી લખે. યોગી સરકારના આ નિર્ણય પાછળ મહત્વનું કારણ તે છે કે સંવિધાનના પેજ પર બાબા સાહેબની જે સહી છે તે ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરના નામે છે.

બાબા સાહેબનું નામ

બાબા સાહેબનું નામ

બાબા સાહેબ ડોક્ટર ભીમરાજ અંબેડકર મહાસભાના નિર્દેશક ડોક્ટર લાલજી પ્રસાદ નિર્મલે જણાવ્યું કે આ અભિયાનને 2017માં રાજ્યપાલ રામ નાઇકે શરૂ કર્યું હતું. રામ નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાસભામાં પત્ર લખીને આંબેડકરના નામનું સાચું ઉચ્ચારણ અને સાચી રીતે લખવાની વાતે ધ્યાન આપી આ મુજબ કરવા અપીલ કરી હતી.

સ્પેલિંગમાં ભૂલ

સ્પેલિંગમાં ભૂલ

લાલજી પ્રસાદે સાથે તેમ પણ કહ્યું હતું કે અંગ્રેજીમાં તેમના નામનો સ્પેલિંગ સાચો નથી. અને તેમના નામનું યોગ્ય ઉચ્ચારણ પણ નથી થતું. ઉલ્લેખનીય છે કે રામજી અંબેડકરના પિતાનું નામ છે. અને પરંપરા મુજબ પહેલા પુત્રનું નામ અને મધ્યમાં પિતાનું નામ તેમ લખવામાં આવે છે. જે પછી બુધવારે આ મામલે શાસનઆદેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વિશ્વવિદ્યાલયે પણ નામ બદલ્યું

વિશ્વવિદ્યાલયે પણ નામ બદલ્યું

તમને જણાવી દઇએ કે આગ્રામાં આવેલ ડોક્ટર ભીમરાવ અંબેડકર વિશ્વવિદ્યાલય પહેલા જ આ મુજબ પોતાનું નામ બદલી ચૂક્યો છે. અને તેમના નામને બદલવાના નિર્દેશ પણ પહેલા જાહેર કરી ચૂક્યો છે. જો કે નોંધનીય છે કે તે લોકોએ તેની જોડણી ઠીક કરી છે. અંબેડકરના બદલે આંબેડકર કરવામાં આવ્યું છે. પણ અહીં રામજી શબ્દ નથી જોડવામાં આવ્યો.

English summary
Yogi Adityanath Government changes name of Bhimrao Ambedkar Bhimrao Ramji Ambedkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X