For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં બનશે ફાઈટર પ્લેન અને ટેન્ક, અઢી લાખ નોકરીઓ આવશે

ઉત્તરપ્રદેશ સરકારે મંગળવારે યુપી રક્ષા અને એરોસ્પેસ રોજગાર પ્રોત્સાહન નીતિ 2018 ને મંજૂરી આપી દીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ સરકારે મંગળવારે યુપી રક્ષા અને એરોસ્પેસ રોજગાર પ્રોત્સાહન નીતિ 2018 ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર મુહર લગાવવામાં આવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ કોરિડોર બનાવવાની દિશામાં સરકારે આપેલા વચનોમાં એક એક અગત્યનું પગલું છે. ફેબ્રુઆરી મહિનામાં યુપી ઇન્વેસ્ટર સમિટમાં પ્રધાનમંત્રી મોદી ઘ્વારા ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

50,000 કરોડનું રોકાણ અને અઢી લાખ નોકરીઓ

50,000 કરોડનું રોકાણ અને અઢી લાખ નોકરીઓ

ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર માટે બુંદેલખંડમાં 3000 હેક્ટર જમીનની ઓળખ યુપી એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીઅલ ડેવલોપમેન્ટ ઓર્થોરિટી ઘ્વારા કરી લેવામાં આવી છે. તેના અધિગ્રહણ માટે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકાર તરફ થી જણાવવામાં આવ્યું છે કે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર રોકાણને આકર્ષિત કરશે. જેના ઘ્વારા પ્રદેશમાં 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. તેની સાથે સાથે 5 વર્ષમાં લગભગ 2.5 લાખ નોકરીઓ પણ પેદા થશે.

ઘણી મોટી કંપનીઓ રોકાણ કરશે

ઘણી મોટી કંપનીઓ રોકાણ કરશે

ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર નિર્માણ પછી યુપીમાં ફાઈટર પ્લેન, ટેન્ક અને હેલીકૉપટરનું નિર્માણ થશે. મુખ્ય સચિવ અનુપ ચંદ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘણી ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ રોકાણ કરવા માટે આતુર છે. તેમને જણાવ્યું કે નીતિ અમલમાં આવ્યા પછી રક્ષા ક્ષેત્રમાં ઘણી મોટી કંપનીઓ રોકાણ કરશે.

ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે

ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે

ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર માટે આધારભૂત ઢાંચો વિકસિત કરવા માટેની જવાબદારી ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે વિકાસ પ્રાધિકરણ સંભાળશે. પ્રમુખ સચિવ અવનિશ અવસ્થી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેબિનેટને પૂર્વાંચલ એક્સપ્રેસવે માટે 12,000 કરોડ રૂપિયા બેંક લોન લેવાના પ્રસ્તાવને મંજૂરી મળી ચુકી છે. પંજાબ નેશનલ બેન્કને લીડ બેંક બનાવવામાં આવી છે. અવનિશ અવસ્થી ઘ્વારા જણાવવામાં આવ્યું કે 7800 કરોડ લોન એપ્રુવલ તેમને મળી ચૂક્યું છે. લોન 15 વર્ષ માટે મળી છે જેને 48 હફ્તામાં ચુકવવાની રહેશે.

English summary
Uttar Pradesh yogi govt identifies 3000 hectare land for defence industrial corridor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X