• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવક-યુવતીને ખીલા સાથે બાંધી ઢોર માર માર્યો, માંગ્યા 90 હજાર અને 2 બકરા

|

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં યુવક-યુવતી સાથે રાક્ષસી વર્તાવ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ બંનેને પ્રાણીઓના ખીલે બાંધી નિર્દયતાથી ઢોર માર માર્યો, તેમના પરિજનો 90 હજાર રૂપિયા અને બે બકરા આપવા માટે તૈયાર થયો ત્યારે જઈને તેમને છોડ્યા. ઘટના 16 જૂનની જણાવવામાં આવી રહી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના આધાર પર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

યુગલ બાઈક પર બેસી જઈ રહ્યું હતું

યુગલ બાઈક પર બેસી જઈ રહ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ મુજબ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગામ કુંડ નિવાસી એક યુવતીને રોહિત નામનો રોહિત બાઈક પર તેને ઘરો મૂકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન આદિવાસી બહુમતીવાળા આ ગામના કેટલાક દબંગોએ તેમને બંધક બનાવી લીધા અને પ્રાણીઓના ખીલે બાંધી ઢોર માર પણ માર્યો. દરમિયાન કોઈએ મોબાઈલથી વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.

પરિજનોને ઘટનાની જાણકારી આપી

પરિજનોને ઘટનાની જાણકારી આપી

યુવક-યુવતીને ખીલા સાથે બાંધી બે કલાક સુધી તેમના પર અત્યાચાર થયા બાદ આરોપીઓએ યુવકના પરિજનોને સૂચના આપી અને તેમની સમક્ષ 90 હજાર રૂપિયા અને બે બકરા આપવાની શરત રાખી. પરિજનોએ આરોપીઓની શરત માની લીધી ત્યારે છેક તેમણે યુવક-યુવતીઓને જવા દીધા.

આખું ગામ તમાશો જોતું રહ્યું

આખું ગામ તમાશો જોતું રહ્યું

16 જૂનની આ માણસાઈને શરમાવે તેવી ઘટનાને આખું ગામ જોતું રહ્યું, પરંતુ કોઈએ પણ યુવક-યુવતીને છોડાવવાની કોશિશ પણ ન કરી. વાયરલ વીડિયો અને પરિજનોની ફરિયાદના આધારે પોલીસે અપહરણ અને ફિરૌતી વસૂલીનો મામલો નોંધી તપાસ શરૂ કરી. ગામનારિતેશ, કદમ, કેરૂ, મૂલેશની ધરપકડ કરવામાં આવી છે.

રામ રહીમે જેલરને કહ્યું, ખેતીવાડી કરવી છે, પેરોલ આપો

English summary
young boy and girl have taken as hostages and demanded 90 thousand rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X