વિધર્મી મહિલા સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરવા તૈયાર છતા યુવકને મળ્યું મોત
હૈદરાબાદના સરૂરનગરમાં વ્યસ્ત રોડ પર 26 વર્ષીય યુવક બિલીપુરમ નાગરાજુ, મુસ્લિમ સમુદાયની એક મહિલા સાથે તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ કથિત રીતે લગ્ન કરવા બદલ યુવકને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તેની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બુધવાર, 4 મે ના રોજ રાત્રે લગભગ 9 કલાકે બની હતી.
પોતાના ટુ વ્હીલર પર મુસાફરી કરી રહેલા દંપતીનો બાઇક પર મહિલાના ભાઈ અને અન્ય સંબંધીએ પીછો કર્યો હતો. ત્યારબાદ અપરાધીઓએ દંપતીને રોક્યા હતા અને પીડિતને તેના માથા પર લોખંડના સળિયા વડે માર્યો હતો. જે બાદ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ ધમકાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, નાગરાજુનું ઘટનાસ્થળે થયેલી મારપીટમાં મોત થયું હતું. પીડિત માલા સમુદાયનો છે, જે રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
જ્યારે પોલીસનું કહેવું છે કે, હુમલા પાછળ બે પુરુષોનો હાથ હતો, પીડિતાની પત્ની સૈયદ અશરીન સુલ્તાનાએ જણાવ્યું હતું કે, હુમલામાં પાંચ પુરુષો શામેલ હતા. અશરિને મીડિયાને જણાવ્યું કે, તેઓ ધોરણ 10 થી રિલેશનશિપમાં હતા અને નાગરાજુએ તેના પરિવારનો સંપર્ક કરવાની સાથે સાથે તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેઓએ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેણે મારી માતાને પણ કહ્યું હતું કે, તે ઇસ્લામ કબૂલ કરશે, પરંતુ તેમ છતાં તેઓએ ક્યારેય પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.
નાગરાજુ રંગારેડ્ડી જિલ્લાના મારપલ્લેના વતની છે, જ્યારે અશરિન એ જ જિલ્લાના પડોશી ઘનાપુર ગામની છે. અશરીનના માતા-પિતા તેમના પ્રસ્તાવ માટે સંમત ન હોવાથી, આ દંપતીએ આ વર્ષે 31 જાન્યુઆરીએ હૈદરાબાદમાં આર્ય સમાજના સમારોહમાં લગ્ન કર્યા હતા.
તેમના લગ્ન બાદ દંપતી સરૂરનગરના પંજલા અનિલ કુમાર કોલોનીમાં રહેતા હતા, અને નાગરાજુ કાર સેલ્સમેન તરીકે કામ કરતા હતા. જો કે, આશરીનના પરિવારના સભ્યો દ્વારા તેઓને અનુસરવામાં આવે છે, તેવી શંકા સાથેના અહેવાલો અનુસાર દંપતી ટૂંકા ગાળા માટે વિશાખાપટ્ટનમમાં શિફ્ટ થઈ ગયું હતું. તેઓ પાંચ દિવસ પહેલા જ શહેરમાં પરત ફર્યા હતા.
એલબી નગર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પી શ્રીધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, મહિલાના ભાઈ અને તેના સંબંધીને દંપતીનું નિવાસ સ્થાન મળી ગયું હતું. પીડિત પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. TNM સાથે વાત કરતા, સરૂરનગરના નિરીક્ષક કે સીતારામે કહ્યું જણાવ્યું હતું કે, તેઓએ પીડિતાની હત્યા કરી તેનો હેતુ સ્પષ્ટ છે. કારણ કે તે એક અલગ ધર્મનો હતો.
આ દરમિયાન આ વિસ્તારમાં હળવો તણાવ પ્રવર્તી રહ્યો હતો, જ્યારે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને પીડિત માટે ન્યાયની માગ કરતી વખતે 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા હતા. વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોએ આરોપીઓને સત્વરે સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.