For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#GiveHer5નો નવતર પ્રયાસ, છોકરીઓના તે 5 દિવસ માટે.

એક એનજીઓનો પ્રયાસ, જેથી દરેક છોકરી સુધી પહોંચે સેનિટરી પેડ્સ. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ભારતમાં 80 ટકા છોકરીઓ સેનિટરી પેડ્સ જેવી નથી વાપરતી, કારણ સેનિટરી પેડ્સ મોંધા હોય છે અને તે તેટલા પૈસા તેની પાછળ ખર્ચી નથી શકતી, વળી આપણા દેશમાં માસિક ધર્મને લઇને મહિલાઓની યોગ્ય દેખ રેખ પણ નથી થતી જેના કારણે મહિલાઓ બિમાર પડતી રહે છે. ભારતમાં એક એનજીઓ આ અંગે એક નવતર પ્રયાસ કરી રહ્યો છે. આ એનજીઓનો પ્રયાસ છે કે દરેક છોકરી સુધી સેનિટરી પેડ્સ પહોંચે. અને સેનિટરી પેડ્સની મદદથી આ સમય દરમિયાન આ છોકરીઓને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. તમે પણ આ અંગે મદદરૂપ થઇ શકો છો પ્રતિ માસ ખાલી 12 રૂપિયાનું ડોનેશન આપીને.

girl

#GiveHer5 સોશ્યલ મીડિયા પર જાણીતી હસ્તીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા એક ગ્રુપ બનાવી રહ્યું છે. #GiveHer5ના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 80 ટકા યુવતીઓ સેનિટરી પેડ્સ ઉપયોગ નથી કરી શકતી. આવી યુવતીઓને તે 5 દિવસો માટે સેનિટરી પેડ્સ મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે અને આ માટે ભંડોળ ભેંગુ કરી રહી છે. આ અભિયાન હેઠળ છોકરીઓને Saafkinsના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. આ તેવા પેડ્સ છે જે એક સારો વિકલ્પ છે અને તેને સાફ પણ કરી શકાય છે.

જો તમે પણ #GiveHer5 અભિયાનનો ભાગ બનવા ઇચ્છતા હોવ તો તમે 150 રૂપિયાથી લઇને 6,000 રૂપિયા સુધીનું યોગદાન કરી શકો છો. તમારી તરફથી મળતા 150 રૂપિયાથી કોઇ યુવતીને એક વર્ષ માટે સેનિટરીની સુવિધા આપવામાં આવશે. દિયા મિર્ઝા, અર્જૂન કપૂર અને વરુણ ધવન જેવા સ્ટાર પણ #GiveHer5ને સહયોગ કરવા માટે અપીલ કરી રહ્યા છે. જેથી કરીને તે પાંચ દિવસ દરમિયાન છોકરીઓને ઓછી મુશ્કેલી મળે અને તે પાંચ દિવસને સરળતાથી પસાર કરી શકે. આ માટે ડોનેટ કરવા તમે અહીં ક્લિક કરો.

English summary
Your Rs 12/month can ensure girls dont drop out of schools,#GiveHer5.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X