• search

પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીના પતિએ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, કેસ દાખલ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    yukta-mookhey
    મુંબઇ, 6 જુલાઇ: પૂર્વ મિસ વર્લ્ડ અને બૉલીવુડ અભિનેત્રી યુક્તા મુખીએ પોતાના પતિ પ્રિંસ તુલી વિરૂદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા, યૌન સતામણીનો કેસ દાખલ કરાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેનો પતિ અવાર-નવાર તેની સાથે મારઝૂડ અને ગાળાગાળી કરે છે.

    અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તુલી વિરૂદ્ધ આઇપીસી કલમ 498 એ (ક્રૂરતા અને ત્રાસ) અને 377 (સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના અમેરિકીન નિવાસી તુલીનો ન્યૂયોર્કમાં બિઝનેસ છે. તે ફાઇનાશિયલ કન્સલટેન્ટના રૂપમાં કામ કરે છે. ફરિયાદ બાદ યુક્તા મુખીની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી.

    આ મુદ્દે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. આ પહેલાં પણ યુક્તા મુખી પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી ચુકી છે. આ ફરિયાદો બાદ પોલીસ સ્ટેશનમાં તુલી વિરૂદ્ધ કેટલાક ગેર સંજ્ઞેય ગુનાના કેસ દાખલ કર્યા છે. ગેર સંજ્ઞેય ગુનો એટલે કે જેમાં કોર્ટની પરવાનગી કે આદેશ વિના પોલીસ કોઇના વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી શકતી નથી. સાથે જ ધરપકડ અને તપાસ પણ કરી શકતી નથી.

    યુક્તા મુખીના લગ્ન 2 નવેમ્બર 2008ના રોજ થયા હતા અને તેને એક પુત્ર પણ છે. યુક્તા મુખી ડિસેમ્બર 1999માં મિસ વર્લ્ડ બની હતી. યુક્તા મુખીને લંડન ઓલંપિયા થિયેટરમાં મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે સમયે યુક્તા મુખીની ઉંમર 20 વર્ષની હતી. તે કેટલીક બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પરંતુ ફિલ્મી કેરિયર સફળ ન રહ્યું તો તેને લગ્ન કરી લીધા. તુલીના પરિવારની મધ્ય ભારતમાં, હોટલ, મોલ, લોજિસ્ટિક્સ, શિક્ષણ અને નિર્માણ ક્ષેત્રના ઓજારો બનાવવાનો ધંધો છે.

    English summary
    Former Miss India and actress Yukta Mookhey only Friday lodged a complaint of dowry harassment and torture at Amboli police station here against her husband and in-laws.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more