For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી ન્યૂઝના બંને પત્રકારોને 14 દિવસ માટે જેલમાં મોકલાયા

|
Google Oneindia Gujarati News

zee journalist
નવી દિલ્હી, 30 નવેમ્બર: કોંગ્રેસના સાંસદ અને જિંદલ પાવર એન્ડ સ્ટીલ કોર્પોરેશનના માલિક નવીન જિંદલની ફરિયાદના આધારે ધરપકડ કરાયેલ જી ન્યૂઝના બે પત્રકારોને દિલ્હીની કોર્ટે શુક્રવારે 14 દિવસની કાનૂતી તપાસ માટે જેલભેગા કરાયા છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ રાવે બંનેને 14 ડિસેમ્બર સુધી કાનૂની તપાસ માટે જેલમાં મોકલવામાં આવ્યા છે. બંને પત્રકારોએ જામીન અરજી પણ દાખલ કરી છે જેના પર કોર્ટે પોલીસને નોટિસ જારી કરી છે અને શનિવારે સુધી તેનો જવાબ આવી જશે.

ઉલ્લેખનીય છે કે જી ન્યૂઝના પ્રમુખ સુધીર ચૌધરી અને જી બિઝનેસના પ્રમુખ સમીર આહલુવાલિયાએ જિંદલ પાસે કોલસા બ્લોક ફાળવણી ગોટાળામાં તેમની કંપની અંગેના નકારાત્મક સમાચાર નહી બતાવવાના બદલે 100 કરોડની માંગ કરી હતી, જેના માટે તેમની સામેની ફરિયાદના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જિંદલે ગયા મહિને એક સીડી જારી કરી હતી, જેમાં એ બતાવવામાં આવ્યું હતું કે જીના પત્રકારો જિંદલની કંપનીના અધિકારીઓની સાથે એક સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યા છે. સીડીમાં પત્રકારોને તેમની કંપની અંગેના નકારાત્મક સમાચાર નહી બતાવવાના બદલે 100 કરોડની માંગ કરતા બતાવાયા છે.

English summary
A Delhi court Friday sent two senior Zee News journalists, arrested on an extortion complaint filed by Congress MP Naveen Jindal, who owns Jindal Power and Steel Ltd., to 14 days' judicial custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X