જામનગરમાં હાથરસ જેવી ઘટના, ઘેનની દવા ખવડાવી નરાધમોએ ગેંગરેપ કર્યો

જામનગરમાં હાથરસ જેવી ઘટના, ઘેનની દવા ખવડાવી નરાધમોએ ગેંગરેપ કર્યો

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ દુષ્કર્મ અને હત્યાની નિર્મમ ઘટનાના ઘાવ હજી તાજાજ છે ત્યાં જામનગરમાં વધુ એક 15 વર્ષીય કિશોરી પર ગેંગરેપની ઘટનાએ ફરીથી સવાલ ઉઠાવી દીધો છે કે આખરે આપણા દેશમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે? પાછલા અઠવાડિયે થયેલી આ ઘટના મહાદેવનગર વિસ્તારની છે જ્યાં ચાર નરાધમોએ 15 વર્ષીય કિશોરીને નશીલી દવા ખવડાવી તેને પીંખી નાખી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

rape

પોલીસ ઑફિસર એપી જાડેજાએ જણાવ્યું કે ઘટના 28 સપ્ટેમ્બરે જામનગરની ખોડિયાર કોલોનીના મહાદેવનગરમાં બની. તેમણે જણાવ્યું કે ચાર આરોપીઓએ 15 વર્ષીય કિશોરીને ઊંઘની ગોળી ખવડાવી ગેંગરેપ કર્યો. પોલીસે ચારમાંથી ત્રણ આરોપીઓ- દર્શન ભાટિયા, મિલન ભાટિયા અને દેવરન ગઢવીની ધરપકડ કરી લીધી છે જ્યારે ચોથો આરોપી મોહિત ભાટિયા હાલ ફરાર છે.

અધિકારીઓએ જણાવ્યા મુજબ તમામ આરોપી મહાદેવનગરના હોવાનું જણાઈ રહ્યું છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો પીડિતા કિશોરી ચારમાંથી એક આરોપીને ઓળખતી હતી અને તેને મળવા ગઈ હતી. ત્યારે છોકરીને નશીલી દવા ખવળાવીને આ કાળી કરતુત કરી. પૉક્સો એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X