જામનગરમાં દારૂડિયાએ હાથ લાંબા કરીને ટ્રેન રોકી દેખાડી!
કલ્પના કરો કે તમે એક ટ્રેનમાં સફર કરી રહ્યા છો અને અચાનક આ પાટા પર દોડતી તમારી ટ્રેમ આંકચા સાથે રોયાઈ જાય તો, આવી જ એક ઘટના સામે આવી છે જામનગર શહેરમાં, આવો જાણીએ શું છે સમગ્ર ઘટના?
જામનગર શહેરમાં એક જગ્યા છે દિગ્જામ ફાટક, આ વિસ્તાર દેશી દારૂ માટે કુખ્યાત છે. બન્યુ કંઈક એવુ કે એક દારૂડિયો દારૂ પીને રેલ્વેના ફાટા પર આવી ગયો. પાટા પણ દોડી આવ્યા બાદ દારૂડિયાએ એવો તમાશો શરૂ કર્યો કે પસાર થઈ રહેલી ટ્રેન રોકવાની ફરજ પડી. આ શખ્સના તમાસાને કારણે 10 મીનિટ સુધી ટ્રેન રોકવી પડી. એ તો સારૂ થયુ કે લોકો પાયલટે સમય સુચકતા વાપરીને ટ્રેનને રોકી દીધી, નહીં તો દુર્ઘટના થઈ જતી. જામનગર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
જામનગરનો આ વિસ્તાર દેશી દારૂ માટે કૃખ્યાત છે. આ વિસ્તારના અસામાજીક તત્વોને લઈને પહેલા પણ અનેક ફરિયાદો ઉઠેલી છે. અગાઉ આ વિસ્તારમાં પોલીસ પર હુમલા પણ થઈ ચુક્યા છે. અવારનવાર દારૂડિયાઓ વિસ્તારને બાનમાં લઈ ધમાલ મચાવતા જોવા મળે છે. સ્થાનિકો પણ સતત ફરિયાદો કરી રહ્યા છે. આ બધા વચ્ચે કાલે રેલ્વે વિભાગનો વારો આવ્યો, દારૂના નશામાં ધુત આ શખ્સે આવી રહેલી ટ્રેન સામે હાથ ઉંચા કરીને દોટ મુકી. જો કે લોકો પાયલટની સમયસુચકતાને કારણે દુર્ઘટના તો ટળી ગઈ પરંતુ દારૂડિયાને પાટા પરથી નીચે ઉતારવામાં ટ્રેન 10 મીનિટ સુધી રોકવી પડી, આખરે દારૂડિયો હટી જતા ટ્રેન ગંતવ્ય તરફ રવાના કરાઈ હતી.