For Daily Alerts

જામનગરની જેજે હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે આરસી ફળદુએ આપી પ્રતિક્રીયા, કહ્યું- કમિટીના રિપોર્ટ બાદ પગલા લેવા
જામનગરની જેજે હોસ્પિટલમાં કેબનેટ મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં રૌગીત સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ આઉટ સોર્સિંગથી જરૂરી સ્ટાફ મુકવા તેમજ દવાઓ અને સાધને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હાલમાં જેજે હોસ્પિટલમાં બહાર આવેલા જાતિય સતામણી મુદ્દે કોઇપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી.

જામનગર : જાતીય સતામણી મામલે કૃષિ પ્રધાનની પ્રતિક્રિયા, કમિટી રિપોર્ટ આપે તે બાદ પગલાં લેવાશે
બેઠક બપાદ કેબિનેટ મંત્રી આરસી ફળદુએ પણ જણાવ્યું હતુ કે બેઠકમાં આ મામલે કોઇ ચર્ચા થઇ નથી. રાજ્યના ગૃહમંત્રીની સુચના બાદ બનાવવામાં આવેલી કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે.આ તપાસમાં જે કઇ તથ્યો બહાર આવશે અને તેમા જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આરસી ફળદુએ ખાતરી આપી હતી.
Comments
coronavirus jamnagar home minister hospital harassment government vijay rupani report action સરકાર જામનગર કમિટી ગૃહ મંત્રી હોસ્પિટલ છેડતી જાતિય શોષણ મિટીંગ રાજ્ય સરકાર વિજય રૂપાણી રિપોર્ટ પગલા
English summary
RC Faldu responds to sexual harassment case at JJ Hospital, Jamnagar