કોવિડ સામે લડાઈમાં રિલાયન્સનુ મોટુ એલાન, જામનગરમાં બનશે 1000 બેડનુ કોવિડ સેન્ટર, ફ્રીમાં થશે ઈલાજ

રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે.

જામનગરઃ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશભરમાં હોસ્પિટલોમાં જગ્યાની કમી થઈ રહી છે. આના માટે જ્યાં દુનિયાભરમાંથી મદદ મળી રહી છે ત્યાં સંકટની આ ઘડીમાં ભારતીય ઉદ્યોગ જગત પણ કોરોના સામે લડાઈમાં ભાગ લઈ રહ્યો છે. મદદ કરનારામાં રિલાયન્સ ફાઈન્ડેશનનુ નામ મુખ્ય છે. હવે લેટેસ્ટ સમાચાર છે કે રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે. આ સેન્ટરમાં ઑક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા રહેશે.

coronavirus

આ કોવિડ હોસ્પિટલની ખાસિયત એ હશે કે અહીં દર્દીઓને બધી સેવાઓ મફત આપવામાં આવશે અને તેને બનાવવાથી લઈને અહીં બધી સુવિધાઓ આપવાનો ખર્ચ રિલાયન્સ વહન કરશે. રિલાયન્સ ફાઉન્ડેશને આ અંગે માહિતી આપી છે.
ફાઉન્ડેશને જણાવ્યુ કે 400 બેડનુ એક કોવિડ સેન્ટર રાજકીય ડેન્ટલ કૉલેજ તેમજ હોસ્પિટલ જામનગરમાં એક સપ્તાહની અંદર તૈયાર થઈને કામ શરૂ કરી દેશે. ત્યારબાદ જામનગરમાં જ એક બીજી જગ્યાએ આગલા 2 સપ્તાહમાં 600 બેડની હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે જ્યાં દર્દીઓનો ઈલાજ કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X