જામનગરના આ બે ગામડાએ અઠવાડિયાનું લકડાઉન ઘોષિત કર્યું
જામનગરઃ કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું, સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કહેરથી બધા જ ત્રસ્ત છે. જામનગરમાં પણ કાલે 20 જેટલા નવા કેસ નોંધાયા હતા. ત્યારે જામનગર જિલ્લાના બે ગામ થેબા અને ધુલેશિયામાં એક અઠવાડિયાનું લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યુ છે, જણાવી દઇએ કે કોવિડ-19ના ચાર કેસ પોઝિટિવ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

સુરતથી આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ
જણાવી દઇએ કે સુરતથી થેબા આવેલા 3 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. થેબા ગામના સરપંચ ઇન્દુબેન સાંઘાણીએ કહ્યું કે, "તેમને જામનગરની જીજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા અને રવિવારે સાજા થયા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. આ કોવિડ 19 દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ અમારા ગામના કેટલાય લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરી લેવામાં આવ્યા છે. જરૂરી પગલાં અંતર્ગત અમે અમારા ગામમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરી દીધું છે."

ગામની 6000ની વસતી
થેબા ગામ જામનગરની એકદમ નજીક આવેલું છે. જે અન્ય કેટલાક ગામડાઓને પણ જોડે છે અને આ ગામમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની બ્રાન્ચ પણ આવેલી છે. આ ગામમાં 100 જેટલી દુકાનો આવેલી છે. થેબા ગામમાં 6000 જેટલી વસતી છે.

આ દુકાનો ખુલી રાખવાની છૂટ
ઇન્દુબેન સાંઘાણીએ કહ્યું કે "કરિયાણા, શાકભાજી અને દવાની દુકાનો સિવાયની બધી જ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. જામનગર જવા માંગતા લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતોને આધિન જવાની છૂટ આપવામાં આવશે."
મહેસાણાઃ વિસનગર ખાતે જુગારધામમાં પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા