For Quick Alerts
For Daily Alerts
ગુજરાત: વનરાજા સિંહે લીધી જૂનાગઢની હોટલની મુલાકાત, વીડિયો વાયરલ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અવાર નવાર સિંહની લવટારના વિડિયો વાયરલ થતા હોય છે. હવે તાજેતમાં જુનાગઢ શહેરમાં સિંહની લટારનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જંગલના રાજા સિંહે જુનાગઢ શહેરની પ્રખ્યાત હોટલ સરોહર કોટીકોમાં ચેક ઇન કર્યું હતુ. હોટલના સીસીટીવી કેમેરામાં સિંહ મેઇન ગેટથી અંદર પ્રવેશ કરતો દેખાયો હતો.

ગુજરાત : જૂનાગઢની હોટલની વનરાજાએ લીધી મુલાકાત
સિંહ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર સહિતના એરિયામાં આરામથી લટાર મારતો દેખાય છે. થોડીવાર લટાર માર્યા બાદ વનરાજાએ આવ્યા એજ રસ્તે પાછા ફરી ગયા હતા. સિંહે હોટલમાં આશરે 40 સેકન્ડનું રોકાણ કર્યું હતુ. સિંહની હોટલમાં લટાર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. સિંહની હોટલમાં ઘુસવાની આ પ્રથમ ઘટના છે.