For Quick Alerts
For Daily Alerts

જૂનાગઢ: માળીયાહાટીના જલંધર ગામે રાજગોર બ્રાહ્મણ બુટ ભવાની માતાજીનો હવન યજ્ઞ યોજાયો
જૂનાગઢના માળીયાહાટીના જલંધર ગામે રાજગોર બ્રાહ્મણ વેગડા પરિવારના કુળદેવી બુટ ભવાની માતાજીનો હવન યજ્ઞ યોજાયો હતો. રાજગોર બ્રાહ્મણ વેગડા પરિવારે બુટ ભવાનીના મંદીરે વાર્ષિક પાટોત્સવ નિમિંત્તે યજ્ઞ યોજ્યો હતો. જેમા બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ વેગડા પરિવારના કુળદેવી બુટભવાની માતાજીના ભક્ત ભિખાબાપુજીએ ઉપસ્થિત રહી યજમાનોને આશિર્વાદ પાઠવ્યા હતા. ઉલ્લેખનિય છેકે સમસ્ત વેગડા પરિવારના સભ્યોએ કોવિડ ગાઇડલાઇનનું કરી માં બુટ ભવાનીના સાનિધ્યમાં પ્રસાદી લીધી હતી. લોકોએ સોશિયલ ડીસ્ટેન્સિંગ અને માસ્ક પહેરીને માતાજીના દર્શન કર્યા હતા.

જૂનાગઢ : માળીયાહાટીના જલંધર ગામે રાજગોર બ્રાહ્મણ વેગડા પરિવારના કુળદેવી બુટ ભવાની માતાજીનો હવન યજ્ઞ યોજાયો
આ પણ વાંચો: RRB Recruitment Exams: ભારતીય રેલ્વેમાં 1.4 લાખ પોસ્ટ્ની ભરતી માટે આજથી પરીક્ષા શરૂ
Comments
English summary
Junagadh: Havan Yajna of Rajgor Brahmin Boot Bhavani Mataji was held at Jalandhar village of Maliyahati
Story first published: Tuesday, December 15, 2020, 23:22 [IST]