વિસાવદર કોંગ્રેસનાં ગઢમાં ગાબડું, 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ આડા છે, ત્યારે કોંગ્રેસને જબરો ઝાટકો લાગ્યો છે. 200 જેટલા કાર્યકર્તાઓ એકીસાથે ભાજપમાં જોડાતાં વિસાવદર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. જિલ્લા પ્રમુખ કિરિટ પટેલની આગેવાનીમાં 200થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભગવો ખેસ ધારણ કરી લીધો છે.
હાલ ગુજરાતમાં જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તેવા સમયે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા વિસાવદરમાં કોંગ્રેસ પક્ષની આંતરિક ખેંચતાણમાં અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ વિપુલ ગાવાણી, કિશોરભાઈ, વિનુભાઈ સાવલિયા અને આગેવાનો સરપંચ સહિત 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

કિરીટ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોંગ્રેસના અસંખ્ય મિત્રોનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો આજનો કાર્યક્રમ હતો. કોરોનાના કારણે લિમિટેડ સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન થયું છે, જે માટે અમે વિપુલભાઈના પ્રયત્નોને આવકારીએ છીએ, આગામી સમયમાં દુધમાં સાકળ જેમ ભળી જાય તેમ બધા ભાજપ સાથે મળી પોતાના વિસ્તારોના વિકાસના કામો થાય, પ્રશ્નો ઉકેલાય તે વિશે ચર્ચા કરશું. 25 ફેબ્રુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે જેમાં ભાજપનો ભવ્ય વિજય થશે તે અહીંનું વાતાવરણ બતાવે છે. "
ભૂ-માફિયા પોતાની હરકતો છોડી દે નકર ગુજરાત છોડી દેઃ વિજય રૂપાણી