• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News in Brief: નેપાળમાં નમો-નમો, સેનાએ આપી 19 તોપોની સલામી

By Kumar Dushyant
|

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે નેપાળની બે દિવસીય યાત્રા પર કાઠમાંડૂ પહોંચશે જ્યાં તેમના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. પ્રોટૉકોલ તોડીને નેપાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહેશે. આ અવસર પર મોદીને 19 તોપોની સલામીએ આપવામાં આવશે.

પોતાની નેપાળા યાત્રાની પૂર્વ સંધ્યા પર વડાપ્રધામંત્રીએ નેપાળના વિકાસ કાર્યોને ભારત દ્વારા સહયોગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તે પોતાની આ યાત્રાને લઇને 'ઉત્સુક' તથા આશા છે કે તેનાથી સંબંધમાં 'નવો અધ્યાય' શરૂ થશે. આ યાત્રા ક્ષેત્રીય ભાગીદારીને વધારવા માટે એક આદર્શ તથા ઉત્પેરકના રૂપમાં કામ કરશે.

તેમણે કહ્યું કે તે 'નવા સંબંધ' બનાવવા માટે નેપાળી નેતૃત્વની સાથે કામ કરવાને લઇને ઉત્સુક છે. તે વેપારી તથા રોકાણ, પાણી વિજળી, કૃષિ તથા કૃષિ પ્રક્રિયા, પર્યાવરણ, પર્યટન, શિક્ષણ, સંસ્કૃતિ તથા રમતગમત સહિત મહત્વપૂર્ણ વિસ્તારોમાં દ્રિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે પગલાંની ઓળખ કરી નવા સંબંધ બનાવવા માંગે છે.

1.30 pm: આફ્રીકા, અમેરિકા, ચીન અને યૂરોપ સહિત આખી દુનિયામાં ઇ-બોલા વાયરસનો કહેર વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી ભારતે આફ્રીકન દેશોમાં પોતાના સૈનિકોને એલર્ટ કરી દીધા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એબ્લ્યૂએચઓ અનુસાર આ વાયરસ સતત બેકાબૂ બનતો જઇ રહ્યો છે. યૂરોપ અને અમેરિકામાં આ વાયરસને લઇને હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, આ વાયરસના લક્ષણવાળા યાત્રિયોને હવાઇ મુસાફરી નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

1.20pm: કરાચીમાં ભારે વરસાદ, જેના કારણે 10 લોકોના મોત થયા છે.

1.10pm: મ્યાનમારના બીજા સૌથી શહેર મંડલયમાં જુલાઇની શરૂઆતમાં થયેલા રમખાણમાં સામેલ 56 શંકાસ્પદોની ધરપકડ.

1.00pm: ગાઝામાં અત્યાર સુધી 1712 ફિલિસ્તીની નાગરિકોના મોત થયા છે.

12.45pm: સૂરતની છોકરી દીપા જાગતિયાણીએ 6.40 લાખ રૂપિયા જીત્યા, પોતાના ભાઇના વેપાર મદદ કરનાર દીપાએ ત્રણ લાઇફલાઇનનો ઉપયોગ કર્યો.

12.30pm: પહેલા ધોરણથી ગીતા અને મહાભારત ભણાવવાની સુપ્રીમ કોર્ટના જસ્ટિમ દવેની સલાહ પર હંગામો, કોંગ્રેસ સહિત અનેક નેતાઓએ કર્યો વિરોધ

12.15pm: સૂરતમાં થયું KBC 8નું ભવ્ય પ્રીમિયર

સૂરત: ચર્ચિત ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ના આઠમા સત્ર માટે હોસ્ટની ખુરશી પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શનિવારે પરત આવી ગયા. પહેલી વાર ગુજરાતના ડાયમંડ સિટીમાં ભવ્ય સ્ટાઇલમાં આ સીઝનનું પ્રીમિય યોજાયું.

11.30am: 12 વાગે નેપાળના વિદેશ મંત્રીને મળશે મોદી

11.25am: મોદીનો કાફલો પહોંચ્યો હોટલ ગ્રાંડ હાયેત

11:15am: સાંજે ચાર વાગે નેપાળની સંસદમાં નરેન્દ્ર મોદીનું ભાષણ યોજાશે

11.05am: CWG: દીપિકા-ચિનપ્પાએ રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ,અ ભારતના નામે વધુ 5 પદક

11.00am: નેપાળમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, નેપાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા.

10.00am: ચીનમાં હુમલો: 37 નાગરિકો, 59 'આતંકવાદીઓ'ના મોત

બીજીંગ: ચીની મીડિયાએ રવિવારે કહ્યું હતું કે ચીનના મુસ્લિમ ઉઇગુર બહુલ જિનજિયાંગ પ્રાંતમાં આ અઠવાડિયાની શરૂઆતમાં આતંકવાદી હુમલામાં 37 નાગરિકો અને 59 'આતંકવાદીઓ'ના મોત નિપજ્યાં છે.

09.45am: વિધાનસભા ભંગ કરવા માટે કેજરીવાલ આજે કરશે રેલી

નવી દિલ્હી: વિધાનસભા ભંગ કરવા અને નવેસરથી ચૂંટણી કરાવવાની માંગને લઇને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીમાં એક રેલી યોજશે.

09.30am: યુપીએસસી પરિક્ષા વિવાદ: આજે મોટો ફેંસલો કરી શકે છે સરકાર

નવી દિલ્હી: યુપીએસએસી પરીક્ષા વિવાદના ઉકેલની દિશામાં કેન્દ્ર સરકાર આજે મોટો ફેંસલો કરી શકે છે. વિવાદના ઉકેલ માટે આજે ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. યુપીએસસી વિવાદને ઉકેલવા માટે સરકારે જે સમય મર્યાદા આપી હતી તે આજે પુરી થઇ રહી છે.

09.00am:નેપાળમાં ભૂસ્ખલન બાદ કોસીમાં ફરી પૂરનો ખતરો

નવી દિલ્હી: નેપાળમાં ભૂસ્ખલન બાદ કોસી નદીના જળસ્તરમાં વૃદ્ધિથી ભારે તબાહીનો ખતરો ઉત્પન્ન થઇ ગયો છે. પૂરના ખતરાને ધ્યાનમાં રાખતાં બિહાર સરકારે આ નદીના તટીય જિલ્લાઓ તથા વહિવટી તંત્રને હાઇએલર્ટ કરી દિધું છે.

08.00am:રેપ આરોપી DIGના સમર્થનમાં શિવસેનાએ કહ્યું, આરોપ લગાવવો ફેશન બની ગઇ છે.

મુંબઇ: શિવસેના મૉડલની સાથે રેપના આરોપી પોલીસ અધિકારી સુનીલ પારસકરના સમર્થનમાં ઉતરી આવી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં પ્રશ્ન કર્યો છે કે મૉડલને છ મહિના બાદ આઇપીએસ અધિકારી પારસકર પર રેપનો આરોપ કેમ લગાવ્યો છે. આ સાથે જ શિવસેનાએ મૉડલ વિશે પણ પૂરી જાણકારી લોકોને આપવા માટે કહ્યું છે.

English summary
Prime Minister Narendra Modi will begin his official two-day bilateral visit to Nepal on Sunday, the first ever by an Indian PM in the last 17 years. In 1997, former prime minister IK Gujral had visited Nepal as part of bilateral visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more