For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વની થશે ધામધૂમપૂર્વક ઉજવણી, ભક્ત મહેરામણ ઉમટ્યો

આવતીકાલે ભારતભરમાં મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. ત્યારે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે ભક્ત મહેરામણ ઉમટવા માંડ્યો છે

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આવતીકાલે ભારતભરમાં મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. ત્યારે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે ભક્ત મહેરામણ ઉમટવા માંડ્યો છે સોમનાથ મંદિરને અનેરા સ્વરૂપે શણગારવામાં આવ્યું છે અને ભક્તો સરળતાથી દર્શન કરે તે માટે મંદિર મેનેજમેન્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

mahashivratri

મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ચાર પ્રહરની વિશેષ પૂજા થાય ચે તેમજ આરતી થાય છે આ ઉફરાંત પાલખી યાત્રાના પણ દર્શન કરી શકાય છે તેમજ શિવભક્તો માટે મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરાયું છે. સૌ પ્રથમ વખત થેરાપી આધારીત સંગીતના સાત સૂરોથી મહામૃત્યુજંય મંત્ર થશે. સંગીતકાર નયન વૈષ્ણવ તેમના સાથી કલાકારો સાથે તન-મનની શાંતિની અલૌકિક અનુભૂતિ સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો કાર્યક્રમનું રજૂ કરશે.

mahashivratri

મહાદેવજીની પાલખી યાત્રામાં વિવિધ ધૂન મંડળીઓ અને રાસમંડળીઓ જોડાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત ત્રિદિવસીય ઉત્સવમાં સોમનાથ ચોપાટી પર 500થી વધુ કલાકારો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

mahashivratri

હાલમાં જૂનાગઢ ભવનાથ મેળામાં આવેલા ભક્તો પણ સોમનાથ આવી રહ્યા હોવાથી વિશેષ પ્રસાદ તેમજ દર્શન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર અને પરિસરને રોશનીથી શણગારાયું છે. સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રીને દર્શન થઈ શકે તે માટે એલઈડી સ્ક્રીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્કીંગ, રહેવા જમવા ઉપરાંત સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.


English summary
Mahashivratri Celebration at somnath temple. Har Har mahadev celebration a somnath temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X