For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું નિર્દોષ છું, PMની સહમતિથી થઇ હતી 2G ફાળવણી : રાજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

a-raja
નવી દિલ્હી, 19 એપ્રિલ: 2જી સ્પેક્ટ્રમ ગોટાળા પર જેપીસીના ડ્રાફ્ટ રિપોર્ટમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી પી ચિદંમ્બરમને ક્લિનચીટ આપ્યા બાદ પૂર્વ કેન્દ્રિય ટેલિકોમ મંત્રી એ રાજાએ શુક્રવારે કહ્યું હતું કે 2જી સ્પેક્ટ્રમની ફાળવણી વડાપ્રધાન મનમોહન સિંહની પરવાનગીથી થઇ હતી. એ રાજાએ કહ્યું હતું કે તે આ મુદ્દે નિર્દોષ છે.

એ રાજાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફાળવણી મુદ્દે તે પહેલાં જ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે અને તે પોતાના નિવેદન પર અડગ છે. એ રાજાએ કહ્યું હતું કે ફાળવણી કેસમાં તે નિર્દોષ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેપીસીના ડ્રાફ્ટ રિપોર્ટમાં મનમોહન સિંહ અને પી ચિંદમ્બરમને ક્લિનચીટ આપવામાં આવી છે. જેપીસીએ કહ્યું છે કે પહેલાં આવો, પહેલા મેળવોની નિતીને ટ્ર્રાઇ સમર્થન પ્રાપ્ત થયું છે.

સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)એ 2જી સ્પેક્ટ્રમ ફાળવણી ગોટાળામાં વડાપ્રધાન મનમોહન સિંહને ક્લિનચીટ આપતાં કહ્યું હતું કે તેમને પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાએ ગેરમાર્ગે દોર્યા હતા. સાથે જ જેપીસીએ કહ્યું હતું કે એ રાજાએ જે આશ્વાસન આપ્યા હતા, તે જુઠ્ઠા સાબિત થયા છે. જેપીસીના રિપોર્ટના ડ્રાફ્ટ નિયંત્રક તથા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)ના 1.76 લાખ કરોડ રૂપિયાના નુકસાનના નિષ્કર્ષને નકારી કાઢ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નુકસાનનો આ આંકડો સાચા અનુમાન પર આધારિત છે.

આ રિપોર્ટ ગુરૂવારે સભ્યો વચ્ચે વહેંવામાં આવ્યો હતો. 25 એપ્રિલના રોજ રિપોર્ટને સ્વિકારવામાં આવ્યો હતો. તેમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તત્કાલિન સાલિસિટર જનરલ જી ઇ વાહનવતિ દ્રારા 7 જાન્યુઆરી 2008ના પ્રેસ નોટને જોયા બાદ એ રાજાએ તેની સાથે છેડછાડ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ એ બતાવવા માંગે છે કે પહેલાં આવો પહેલા મેળવો (એફસીએફએસ)થી સંબંધિત પ્રક્રિયા તથ્યોનું ખોટું પ્રસ્તૃતિકરણ કર્યું અને આ તે સમયે હાજર પ્રક્રિયાઓથી અલગ છે.

બીજી તરફ 2જી કેસ પર જેપીસીના ડ્રાફ્ટ રિપોર્ટને નકારી કાઢતાં ભાજપ અને ભાકપાએ આજે કહ્યું હતું કે કોંગ્રેસ રિપોર્ટ બનીને રહી ગઇ છે અને તે અલગથી પોતાનો અસંતોષ પત્ર આપશે. બંને પાર્ટીઓ પર આરોપ લગાવ્યો હતો કે આ કેસ પર પડદો નાખવાની કવાયદ છે. ભાકપા નેતા ગુરૂદાસ દાસગુપ્તાએ કહ્યું હતું કે અમે તેને નકારી કાઢીશું. અમે અમારો વિચાર રજૂ કરીશું. આ કેસ પર પડદો નાખવાનો પ્રયત્ન છે. આ કોંગ્રેસ પાર્ટીના ઇશારે ઘડેલી કહાણી છે. જેપીસીના સદસ્ય દાસગુપ્તાએ કહ્યું હતું કે આ સામે આવે તથ્યોનું વિરોધભાસી છે.

ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે અમે જેપીસીનો ભાગ હતા, અમે અમારો વિચાર રાખીશું જેથી આ ભવિષ્ય માટે ઓન રેકોર્ડ આવી જાય. આ પહેલાં ઇતિહાસ કાયમ થશે કારણ કે રિપોર્ટ ભાવી પેઢી માટે હોય છે.

English summary
Former telecom minister A Raja on Friday said that both Prime Minister and Finance Minister P Chidambaram were kept in the loop while allocating 2G spectrum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X