• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીના 460 સ્થળોએ આતંકી હુમલાની ભીતિ, હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: એક ખાનગી ચેનલે ચોકાવનારો ખુલાસો કર્યો છે કે દિલ્હીમાં આતંકી હુમલાની સંભાવના તોળાઇ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર ગુપ્ત સુરક્ષા એજન્સીઓએ સાવચેત કર્યા છે કે આતંકવાદીઓ દિલ્હીના 460 સ્થળોને ધ્યાનમાં રાખી કાવતરૂં રચી રહ્યા છે. જેના કારણે સુરક્ષા દિલ્હી સહિત અન્ય મોટા શહેરોમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે.

જેના માટે કેન્દ્રીય ગૃહ સચિવ આર.કે. સિંહે જણાવ્યું કે દેશભરમાં સુરક્ષાદળોને તહેવારો દરમિયાન આતંકવાદીયોના કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા જણાવી દીધું છે. સિંહે પત્રકારોને જણાવ્યું કે સુરક્ષાદળોને સંપૂર્ણરીતે સજાગ કરી દેવાયા છે.

બીજી બાજુ એરપોર્ટથી બેંગલૂર જવાવાળી જેટની ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એક ખાનગી ચેનલના અહેવાલ અનુસાર એક અજાણી વ્યક્તિએ ફોન પર મુંબઇ-બેંગલૂર જેટ ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.

English summary
the security agency warned that terrorists are watching in Delhi 460 places for attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X