For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી કાર્યક્રમ દરમિયાન આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ, આગચંપી, 12 ઘાયલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: રાજધાની દિલ્હીમાં શનિવારે એક ટીવી ચેનલના કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તા આસને-સામને આવી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણી દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક ટીવી ચેનલના પરિચર્ચા કાર્યક્રમ બાદ એક મુદ્દાને લઇને બંને પાર્ટીઓના કાર્યકર્તામાં અથડામણ થઇ હતી.

કાર્યક્રમ બાદ પોત-પોતાના ઘરે પરત ફરી રહેલા બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર તૂતૂ-મેંમેં થવા લાગી અને જોત જોતામાં વાત વણસી ગઇ અને બંને પાર્ટીઓના નેતાઓએ હિંસક પ્રવૃત્તિ અપનાવી લીધી. પહેલાં બંને કાર્યકર્તાઓએ એકબીજા સાથે ધક્કા-મુક્કી કરી અને પથ્થર ફેંક્યા અને ત્યારબાદ બંને પાર્ટીઓના નેતાઓએ વાહનોમાં આગ ચાંપી દિધી.

fire

આપ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ, આગચંપી, 12 ઘાયલ
બંને પાર્ટીઓ એકબીજા પર ગાળો અને અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપ લગાવી રહી છે. ઘટનામાં આપ ઉમેદવારની ગાડીને પણ આગના હવાલે કરી દેવામાં આવી છે. આ અથડામણમાં ઓછામાં ઓછા 12 લોકોને ઇજા પહોંચી છે જ્યારે તુગલકાબાદ વિધાનસભા ક્ષેત્રથી આપના ઉમેદવાર સહીરામની કારમાં આગ ચાંપી દેવામાં આવી.

આપે લગાવો ભાજપ પર ગંભીર આરોપ
આ ઘટનાના તુરંત બાદ આપના કાર્યકર્તા ગોવિંદપુરી પોલીસમથક પહોંચ્યા અને ભાજપના સર્મથકો વિરૂદ્ધ આરોપ લગાવતાં એફઆરઆઇ દાખલ કરવાની માંગ કરી તેમણે વિસ્તારના ભાજપના પ્રભાવશાળી નેતાના ઇશારે આમ કર્યું છે. જો કે પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી દિધી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ભાજપે પણ આપ પર લગાવ્યો આરોપ
પોલીસે કહ્યું કે આપ પાર્ટીના નેતાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર રમખાણ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો છે પરંતુ તેમાં ક્રાસ એફઆઇઆર દાખલ થશે. તો બીજી તરફ ભાજપે પણ આપ પાર્ટી પર આરોપ લગાવતાં કહ્યું છે કે જે કંઇપણ થયું છે તે આપ પાર્ટીના નેતાઓ કર્યું છે.

English summary
A charred vehicle seen after a clash between AAP and BJP workers following a debate show on a Hindi television channel in Tughlakabad area of south Delhi on Jan. 3, 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X