For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં: સુપ્રીમકોર્ટ

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારીઓના વિવાદ પર સુપ્રિમકોર્ટની સંવિધાનિક બેન્ચ આજે નિર્ણય સંભળાવશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારીઓના વિવાદ પર સુપ્રિમકોર્ટની સંવિધાનિક બેન્ચ આજે નિર્ણય સંભળાવશે. દિલ્હીમાં રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર કોની પાસે વધારે શક્તિ રહેશે તેના વિશે આજે સુપ્રીમકોર્ટ તેનો નિર્ણય આપશે. આપણે જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના તે નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમાં કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપ-રાજ્યપાલ દિલ્હીના એડમીનસ્ટ્રેટીવ હેડ છે. કોઈ પણ નિર્ણય તેમની મંજૂરી વિના નહીં લેવામાં આવે.

supreme court

Newest First Oldest First
11:39 AM, 4 Jul

જમીન, પોલીસ અને કાનૂન વ્યવસ્થાનો અધિકાર એલજી પાસે, ટ્રાન્સફર અને પોસ્ટિંગનો નિર્ણય દિલ્હી સરકાર પાસે: મનીષ સીસોદીયા
11:38 AM, 4 Jul

સુપ્રીમકોર્ટના નિર્ણય પર બોલ્યા મનીષ સીસોદીયા, હવે ફાઈલ એલજી પાસે મોકલવાની જરૂર નહીં, બંને મળીને કામ કરે
11:37 AM, 4 Jul

સુપ્રીમકોર્ટના નિર્ણય પર અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જનતાની જીત, લોકતંત્રની મોટી જીત થયી છે.
11:35 AM, 4 Jul

સુપ્રીમકોર્ટનો નિર્ણય, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં, કેટલાક મામલા રાષ્ટ્રપતિ પાસે જઈ શકે છે.
11:17 AM, 4 Jul

સુપ્રીમકોર્ટનો નિર્ણય વાંચવામાં આવી રહ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે એલજી કામમાં વિઘ્ન નહીં નાખી શકે.
11:16 AM, 4 Jul

સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એલજી અને દિલ્હી સરકાર સાથે મળીને વાત કરે.
11:16 AM, 4 Jul

સુપ્રીમકોર્ટના નિર્ણય પર દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દિલ્હીમાં અરાજકતા નહીં ફેલાવવી જોઈએ. સુપ્રીમકોર્ટના નિર્ણય પર તેમને સંતોષ વ્યક્ત કર્યો.
11:04 AM, 4 Jul

સુપ્રિમકોર્ટનો નિર્ણય, એલજી પોતાની મરજી અનુસાર નિર્ણય નહીં લઇ શકે, કોઈ પણ નિર્ણય તેઓ એકલા નહીં લઇ શકે.
11:01 AM, 4 Jul

દિલ્હીમાં એલજી અને અરવિંદ કેજરીવાલ વિવાદ પર સુપ્રિમકોર્ટનો નિર્ણય આવી ચૂક્યું છે તેમને જણાવ્યું છે કે દિલ્હીમાં એલજીની અનુમતિ દરેક મામલે જરૂરી નહીં.
10:12 AM, 4 Jul

દિલ્હીમાં રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર કોની પાસે વધારે શક્તિ રહેશે તેના વિશે સુપ્રીમકોર્ટ આજે થોડા જ સમયમાં નિર્ણય આપશે.
10:11 AM, 4 Jul

કેન્દ્ર અને ઉપ-રાજ્યપાલ ઘ્વારા દલીલ કરવામાં આવી છે કે દિલ્હી એક રાજ્ય નથી એટલા માટે અહીં ઉપ-રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર છે.
10:10 AM, 4 Jul

અરવિંદ કેજરીવાલ ઘ્વારા દલીલ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં સંવિધાનિક રૂપે પસંદ કરવામાં આવેલી સરકારના અધિકારોનું હનન કરી રહી છે.
10:08 AM, 4 Jul

અત્યારસુધીમાં 11 અરજીઓ સુપ્રીમકોર્ટમાં દાખલ, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અધિકારીઓને લઈને દિલ્હી સરકાર અને એલજી મામલે સુપ્રીમકોર્ટ નો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો.

English summary
AAP vs centre supreme court verdict today on who governs delhi live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X