For Quick Alerts
For Daily Alerts
ભૂલ સ્વીકારે અને દોષીઓને સજા આપે પાકિસ્તાન : મનીષ તિવારી
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: કેન્દ્રિય મંત્રી મનીષ તિવારીએ ગુરૂવારે પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલી વાતચીતની રજૂઆત પર પાકિસ્તાને ભૂલ સ્વિકારીને ભારતીય સૈનિકોની હત્યાના દોષીઓ પર કાર્યવાહી કરવી જોઇએ. તેમને કહ્યું હતું કે કાર્યવાહી વિના સંબંધોમાં સુધારો આવવો શક્ય નથી.
મનીષ તિવારીએ કહ્યું હતું કે પાકિસ્તાનને સ્થિતી સમજતાં સૈનિકોના હત્યારોને સજા આપવી જોઇએ. ત્યારબાદ જ બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો ખુલશે. આ દરમિયાન સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભારત કેબિનેટની બેઠકમાં પાક મંત્રીના પ્રસ્તાવ પર વિચાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે પાકિસ્તાનની વિદેશ મંત્રી હિના રબ્બાનીએ નિયંત્રણ રેખા સાથે જોડાયેલી ચિંતાઓના નિવારણ અને નવ વર્ષ જુલા સંઘર્ષ વિરામને નકારી કાઢવા માટે ભારત સાથે વાતચીતની ઓફર કરી છે.