For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીએ સરદાર પટેલના નિર્ણયની કરી પ્રશંસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂલાઇ: ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો સમાપ્ત કરવાની માંગણી બાદ મંગળવારે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભાઇ પટેલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વિરોધ છતાં બળ પ્રયોગના માધ્યમથી હૈદ્રાબાદનું ભારતમાં એકીકરણ કર્યું.

પોતાના બ્લોગની નવી પોસ્ટીંગમાં તેમને કહ્યું 564 સ્ટેટ્સનું ભારતીય સંઘમાં એકીકરણ કરવાની પ્રક્રિયા સમયે સરદાર પટેલની નીચે કામ કરનાર વ્યક્તિ વીપી મેનનના પુસ્તકના હવાલેથી કહ્યું હતું કે તત્કાલીન ગૃહ મંત્રીએ જવાહરલાલ નેહરુના વિરોધ છતાં સેનાને હૈદ્રાબાદ મોકલી.

ભાજપા નેતાએ એમકે નાયરના પુસ્તક 'વિદ નો ઇલ ફીલિંગ ટૂ એનીબડી'નો પણ હવાલો આપ્યો જેમાં કહ્યું હતું કે હૈદ્વાબાદ માટે જવાહર નેહરુ સંયુક્ત રાષ્ટ્રનો રસ્તો પસંદ કરવાના પક્ષમાં હતા. જેવી રીતે તેમને જમ્મૂ કાશ્મીરના મુદ્દે કર્યું હતું પરંતુ સરદાર પટેલે જ્યારે જોયું કે નિજામ વાત માનવા માટે તૈયાર નથી તો તેમને નિજામને વશમાં લાવવા માટે બળ પ્રયોગનો નિર્ણય કર્યો.

advani-sardar

લાલકૃષ્ણ અડવાણીએ પોતાની બ્લોગમાં જો કે મુસ્લિમ વસ્તીવાળા જમ્મૂ કાશ્મીર અને હૈદ્વાબાદની આંતરિક તુલના કરી નથી પરંતુ એ સંકેત જરૂર આપ્યા છે કે હૈદ્રાબાદ સ્ટેટ્સનું જે પ્રકારે ભારતમાં વિલય કરવામાં આવ્યું તે અનુકરણીય છે. ભાજપા અવારનવાર આરોપ લગાવે છે કે જમ્મૂ કાશ્મીરનું ભારતમાં એકીકરણ કરવાના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર લઇ જવાનો જવાહરલાલ નહેરુનો નિર્ણય ખોટો હતો. આ પાટી સીમાવર્તી જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાનની કલમ 370ની પણ સખત વિરોધી છે.

અડવાણીએ તાજેતરમાં જ આ કલમને સમાપ્ત કરવાની માંગણી કરી હતી, જેથી રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલા અને તેમની વચ્ચે વાકયુદ્ધ થયુ હતું. ઉમર અબ્દુલાએ આ માંગનો કડક વિરોધ કરતાં અડવાણીએ પ્રશ્ન કર્યો હતો કે એનડીએ સરકારમાં જ્યારે તે મંત્રી હતા ત્યારે તેમને આ વાત કેમ ના કરી.

English summary
After seeking abrogation of special status for Jammu and Kashmir, LK Advani on Tuesday praised Sardar Vallabhbhai Patel for integrating Hyderabad into the Indian Union through the use of force despite Jawaharlal Nehru's opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X