For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્પેંસ ખતમ: બિહાર કેડરના અનિલ સિન્હા બન્યા નવા CBI ચીફ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર: કેન્દ્ર સરકારના બિહાર કેડરના આઇપીએસ અધિકારી અનિલ સિન્હાને આજે સીબીઆઇના પ્રમુખ તરીકે નિમણૂક કરી દિધા છે. અનિલ સિન્હા હવે સીબીઆઇના નવા નિર્દેશક હશે. રંજીત સિન્હા સીબીઆઇના પદેથી સેવાનિવૃત થયા બાદ આજે તેમની નિમણૂંક કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે આ પહેલાં અનિલ સિન્હા સીબીબાઇમાં જ વિશેષ નિર્દેશકના પદ પર તૈનાત હતા. આ પદ સીબીઆઇનું બીજું ટોચનું પદ છે. તે આ પદ પર રંજીત સિન્હાનું સ્થાન લેશે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીબીઆઇના નવા નિર્દેશકની પસંદગી માટે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક થઇ.

anil-sinha

આ બેઠકમાં પીએમ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશ એચએલ દત્તુ અને લોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાના રૂપમાં કોંગ્રેસ સાંસદ મલિક્કા અર્જુન ખડગે સામેલ થયા હતા. આ બેઠકમાં 43 સંભવિત અધિકારીઓના નામ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. પછી આ પદ અનિલ સિન્હાને સોંપવામાં આવ્યું.

English summary
Anil Sinha was on Tuesday chosen as CBI director to succeed outgoing chief Ranjit Sinha after a high-profile meeting in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X