For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેટ્રોમાં ‘પ્રેમ લીલા’ કરતા કપલ ચેતે, વધુ એક MMS લીક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જુલાઇઃ મેટ્રો સ્ટેશન અને મેટ્રો ટ્રેનની અંદર અંતરંગ થતા પ્રેમી જોડાનો એક એમએમએસ બનાવીને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હવે ધીરે-ધીરે મેટ્રોની અંદર બનેલી બ્લ્યુ ફિલ્મ બહાર આવી રહી છે. જી હાં, દિલ્હી મેટ્રો તરફથી ફરિયાદ નોંધાવવામાં આવ્યાના બીજા જ દિવસે વધુ એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં મેટ્રોના પગથિયા અને મેટ્રો રેલમાં યુગલ યૌન ક્રિડામાં લિપ્ત જોવા મળ્યા છે.

દિલ્હી મેટ્રોના કોર્પોરેટ સંચારના પ્રબંધ નિદેશક અનુજ દયાણે જણાવ્યું કે, ડીએમઆરસીએ વીડિયોને તપાસ અર્થે મુખ્ય સુરક્ષા આયુક્તમાં મોકલવામાં આવ્યા છે. આ જ રીતે આવેલા પહેલા વીડિયોની તપાસ દિલ્હી પોલીસની સાઇબર અપરાધ શાખા કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ડીએમઆરસીએ લોકોને સાર્વજનિક પરિવહન પર યાત્રા દરમિયાન શિષ્ટાચાર, અનુશાસન અને શિષ્ટતા જાળવી રાખવાની અપીલ કરી છે.

આ પહેલા પણ લગભગ ખાલી મેટ્રો રેલમાં બેથી 8 મીનિટના બનાવવામાં આવેલા 250થી વધુ વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. સાઇબર શાખામાં ફરિયાદ નોંધાવતા પહેલા ડીએમઆરસીએ સીઆઇએસએફ પર સીસીટીવી વીડિયોની દેખરેખમાં ચૂકનો આરોપ લગાવ્યો છે. જો કે, સીઆઇએસએફે આરોપોનું ખંડન કરતા કહ્યું કે, તે માત્ર નિરીક્ષણ એજન્સી છે.

mms-in-delhi-metro
નોંધનીય છે કે, મેટ્રો રેલ અને સ્ટેશનો પર લાગેલા સીસીટીવી કેમેરાથી અશ્લીલ એમએમએસ બનાવવામાં આવી રહ્યાં છે અને તેને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. જે જાણકારી મળી છે, તે અનુસાર અત્યારસુધી 250 અશ્લીલ એમએમએસ 13 જેટલી પોર્ન સાઇટ અને અન્ય સાઇટ પર અપલોડ કરવામાં આવી ચૂક્યા છે.
English summary
Days after Delhi Metro filed a complaint on a footage of couples getting intimate at Metro stations that was uploaded on porn sites, another such video has surfaced online. The video clip shows a couple in a sexual act on the stairs of a Metro station and in a train.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X