• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 વર્ષે સહમતિથી સેક્સ માણી શકાશે નહી, 18 વર્ષની ઉંમર યથાવત

By Kumar Dushyant
|
rape
નવી દિલ્હી, 19 માર્ચ: સહમતિથી જાતિય સંબંધ બાંધવાની ઉંમર ઘટાડવાનો જોરદાર વિરોધને જોતાં સરકારે તેને 18 વર્ષ યથાવત રાખવા માટે રાજી થઇ ગઇ છે તથા બળાત્કાર વિરૂદ્ધ કડક કાયદાવાળા વિધેયકને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

કેન્દ્રિય મંત્રીમંડળની સોમવારે યોજાયેલી બેઠકમાં પ્રસ્તાવિક ક્રિમીનલ લો સુધારા વિધેયકને નવું સ્વરૂપ આપવાની મંજૂરી આપી દિધી છે. નવા વિધેયકમાં સહમતિથી જાતિય સંબંધ બાંધવાની માન્ય ઉંમરમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને 18 વર્ષ જ રાખવામાં આવી છે. આ સાથે જ પીછો કરવા અને ઘુરી ઘુરીને જોવાને ગંભીર આરોપ ન માનતાં જમાનતી અને ગૈર સંજ્ઞેય ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

સોમવારે યોજાયેલી સર્વદલીય બેઠકમાં આ મુદ્દાઓ પર એકમત રજૂ થઇ શક્યો ન હતો. મોટાભાગના પક્ષોએ સહમતિથી જાતિય સંબંધ બનાવવા ઉંમર ઘટાડીને 16 વર્ષ કરવાના વિરોધમાં હતા. સરકારે આ બેઠકમાં આ મુદ્દો પર નરમાઇ વર્તવાના સંકેત આપ્યા હતા. બે રાઉન્ડમાં યોજાયેલી આ સર્વદળીય બેઠક બાદ કાયદા મંત્રી અશ્વિની કુમારે કહ્યું હતું કે વિભિન્ન દળોના નેતાઓએ કેટલાક સૂચન આપ્યા છે. જેને વિધેયકમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જેથી આ મુદ્દે સાર્વજનિક સહમતિ બની શકે.

આ વિધેયકમાં કેટલાક મુદ્દાઓ પર કેટલાક મંત્રીઓમાં પણ મતભેદ હતા જેમને દૂર કરવા માટે મંત્રીઓની એક ટુકડી બનાવવામાં આવી હતી. તેમની ભલામણોના અનુરૂપ મંત્રીમંડળે ગુરૂવારે આ વિધેયકને મંજૂરી આપી દિધી હતી. વિધેયક પર વિભિન્ન દળોના સૂચનને જોતાં સરકારે ફરી એકવાર બદલાવ કર્યો અને તેના પર મંત્રીમંડળની સ્વિકૃતિ લીધી. રાજકીય દળોએ પીછો કરવો અને ઘુરી ઘુરીને જોવાના સંજ્ઞેય અને જમાનતી અપરાધનો દુઉપયોગ થવાની આશંકા છે.

પહેલી વાર આવા અપરાધને ગૈર સંજ્ઞેય અને જમાનતી બનાવવા તથા તેને સાબિત કરવાની જવાબદારી પીડિત પક્ષ પર નાખવા પર સહમતિ બની હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્રારા ત્રણ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં ક્રિમિનલ લો (સંશોધન) અધ્યાદેશમાં આરોપી પર પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી નાખવામાં આવી હતી. નવા વિધેયકમાં કોઇ મહિલા સાર્વજનિક સ્થાન પર નિવસ્ત્ર કરવા સંબંધી પ્રાવધાનમાં સંશોધન કર હવે 'સાર્વજનિક સ્થાન' શબ્દ જગ્યાએ 'કોઇપણ સ્થાન' કરવામાં આવ્યો છે. આ પ્રમાણે બળાત્કારના મામલામ્નાં પીડિયાની ફરિયાદ પર પ્રાથમિકી ન નોંઘનાર પોલીસ અધિકારીને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધ્યાદેશનો પૂર્ણ થવાનો સમયગાળો ચાર એપ્રિલ સુધીનો છે.

English summary
After objections raised by political parties over lowering the age of consent from 18 to 16 in a proposed anti-rape law, the government has agreed to raise it back to 18.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more