For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિખ વિરોધી રમખાણ: સજ્જન કુમાર પર ચાલશે હત્યા અને રમખાણનો કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sajjan-kumar
નવી દિલ્હી, 16 જુલાઇ: દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમાર અને અન્ય દ્વારા અલગ અલગ દાખલ કરવામાં આવેલી વિભિન્ન યાચિકાઓ પર મંગળવારે ફેંસલો સંભળાવવામાં આવશે. આ ચૂકાદાથી કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઝટકો લાગ્યો છે. સજ્જન કુમાર પર હત્યા અને રમખાણનો કેસ ચાલશે. દિલ્હી હાઇકોર્ટે આજે સજ્જન કુમારની અરજીને નકારી કાઢી હતી.

આ અરજીઓમાં 1984ના સિખ વિરોધી રમખાણો દરમિયાન છ લોકોની હત્યા સાથે જોડાયેલા એક કેસમાં તેમના વિરૂદ્ધ આરોપ નક્કી કરવાના નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર ફેંક્યો છે.

દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં હત્યાઓ સાથે જોડાયેલા કેસમાં આરોપ નક્કી કરવાના વિરૂદ્ધ કોંગ્રેસ નેતા ઉપરાંત સહ આરોપી વેદ પ્રકાશ, બ્રહ્માનંદ ગુપ્તા વગેરેએ હાઈ કોર્ટમાં યાચિકાઓ દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ સુરેશ કૈતે 29 એપ્રિલના રોજ ચૂકાદો ટાળી દિધો હતો અને કહ્યું હતું કે આ મુદ્દે વધુ સુનાવણીની જરૂરિયાત છે. કોર્ટે 24 મેના રોજ ફરી એકાઅર ચૂકાદાને પેન્ડિંગ કરી દિધો છે. આ પહેલાં પીડિતોના વકિલે સજ્જન કુમાર અને સહઆરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરાનો વધારાનો આરોપ નક્કી કરવાની માંગણી કરી છે.

ફરિયાદી શીલા કૌરે પણ હાઇકોર્ટને પહેલાં અપીલ કરી હતી અને આ મુદ્દે સજ્જન કુમાર તથા અન્ય ચાર આરોપી વિરૂદ્ધ ગુનાહિત કાવતરાનો આરોપ લગાવવાની માંગણી કરી હતી. સજ્જન કુમારના વકીલે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે કોઇ સાક્ષીએ એવો આરોપ નથી લગાવ્યો કે સજ્જન કુમાર અન્યની ગુનાને અંજામ આપવા માટે કાવતરું ઘડ્યું હોય.

English summary
The Delhi High Court on Tuesday dismissed Sajjan Kumar's plea challenging framing of murder and rioting charges against him in a 1984 anti-Sikh riots case relating to the killing of six people in Sultanpuri area here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X