For Daily Alerts
જહાંગીરપુરી હિંસાઃ અથડામણ બાદ પકડાયો હથિયાર સપ્લાયર, 60થી વધુ કેસ છે નોંધાયેલા
દિલ્લીઃ હનુમાન જયંતિના પ્રસંગે દેશની રાજધાની દિલ્લીના જહાંગીરપુર વિસ્તારમાં હિંસા થઈ હતી. આ હિંસા માટે જેણે હથિયારો સપ્લાઈ કર્યા હતા તેની દિલ્લી પોલિસે આજે(20 એપ્રિલે) ધરપકડ કરી લીધી છે. પોલિસને શંકા છે કે પકડમાં આવેલા આરોપીએ હિંસાના દિવસે પણ હથિયારો સપ્લાય કર્યા હતા.
તમને જણાવી દઈએ કે આ ધરપકડ પોલિસ અને બદમાશ વચ્ચે થયેલી અથડામણ બાદ થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ ડીસીપી આઉટર નૉર્થ બૃજેન્દ્ર યાદવે જણાવ્યુ કે અથડામણ બાદ જહાંગીરપુરીથી હથિયાર સપ્લાયર પકડાઈ ગયો, તે પોલિસ અથડામણમાં ઘાયલ થઈ ગયો. પોલિસની પકડમાં આવેલ હથિયાર સપ્લાયર ઉપર 60થી વધુ કેસો નોંધાયેલા છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Comments
English summary
Arms supplier from Jahangirpuri nabbed after a brief encounter
Story first published: Wednesday, April 20, 2022, 9:10 [IST]