For Quick Alerts
For Daily Alerts
રાજઘાટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડ લપસી પડ્યા
નવી દિલ્હી, 18 ઑક્ટોબર: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડને ઉંચી એડીના સેંડલ પહેરવાનું મોંઘુ પડ્યું હતું. ગુરૂવારે તે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના સમાધિસ્થળે ધડામ લઇને પછડાયા હતા. ગિલાર્ડના સેંડલની એડી લીલા ઘાસમાં ફસાઇ જતાં તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા. તેમની સાથે ચાલી રહેલાં સુરક્ષાકર્મીઓ તેમની પહોંચે તે પહેલાં તે ઉંધા માથે પટકાયા હતા જોકે તેમને ઇજા પહોંચી નથી.
જૂલિયા ગિલાર્ડે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે સ્ત્રીઓ ઉંચી એડીના સેંડલ પહેરે છે જ્યારે પુરૂષો સપાટ તળીયાવાળા બૂટ પહેરતાં હોવાથી તેમને સરળતા રહે છે. પરંતુ સ્ત્રીઓ ઉંચી એડીના સેંડલ પહેરતી હોવાથી ઘણીવાર હિલ ઘાસમાં ફસાય જાય છે અને જેના કારણે ઘણીવાર આવું બનતુ હોય છે. જે આજે મારી સાથે બન્યું છે.
તેમની સાથે ચાલી રહેલા અધિકારીઓએ તેમને ઉભા કર્યાં હતા અને તેમને પૂછ્યું હતું કે તે સહકુશળ તો છે. જૂલિયા ગિલાર્ડે સાથે આવુ ત્રીજીવાર બન્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેનબરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન નાસભાગ મચતાં તેમના જૂતા ગાયબ થઇ ગયા હતા. અને આ પહેલાં પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના જૂતાં ગાયબ થઇ ગયા હતા.