For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સચિવાલયની બહારથી 8 બેગમાંથી મળી આવ્યો બોમ્બ બનાવવાનો સામાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચ: દિલ્હી સચિવાલયની બહારથી દિલ્હી પોલીસે આઠ થેલાઓમાંથી બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો છે. આ થેલા પર દિલ્હી પોલીસની પીસીઆરની ગાડીની નજર પડી હતી. દિલ્હીને હચમચાવના આતંકાવાદીઓના પ્રયત્નને નિષ્ફળ કરવામાં દિલ્હી પોલીસને વધુ એક સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પોલીસે આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકવાદી સૈયદ લિયાકત શાહની ધરપકડ કરી હતી. તેની જાસૂસીના આધારે જામા મસ્જિદ સ્થિત એક ગેસ્ટ હાઉસ પર રેડ પાડે વિસ્ફોટક સામગ્રી ઝડપી પાડી હતી. લિયાકતની પુછપરછમાં ખુલાસો થયો હતો કે દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદી પ્રવેશી ચુક્યાં છે.

બીજી તરફ ગોરખપુરથી ધરપકડ કરેલા લિયાકત અલી વિશે જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે તે રાજ્ય સરકારની પુનર્વાસ નિતિ હેઠળ આત્મસમર્પણ માટે કાશ્મીર પરત ફરી રહ્યો હતો. તેની જાસૂસીના આધારે દિલ્હી પોલીસે જામા મસ્જિદ પાસેથી એક ગેસ્ટ હાઉસમાંથી દારૂગોળા અને અન્ય હથિયાર ઝડપ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ જમ્મૂ-કાશ્મીરના ગૃહ રાજ્યમંત્રી સજ્જાદ અહેમદ કિચલૂએ શનિવારે રાજ્ય વિધાનસભામાં મીડિયાના એક વર્ગમાં આવેલા સમાચારો પર સ્પષ્ટીકરણ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે લિયાકત સમર્પણના ઇરાદાથી નેપાલના રસ્તેથી જમ્મૂ-કાશ્મીર પરત ફરી રહ્યો હતો.

હિજબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી લિયાકતની ધરપકડ પર લાગેલા આરોપોને દિલ્હી પોલીસે નકારી કાઢ્યાં છે. દિલ્હી પોલસનું કહેવું છે કે જો સાચો આતંકવાદી પકડાયો નથી તો જામા મસ્જિદના ગેસ્ટ હાઉસમાંથી મળી આવેલા હથિયાર અને વિસ્ફોટક કોના છે. હકિકતમાં ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી લિયાકતની જાસૂસીના આધારે એકે 59 તથા અન્ય વિસ્ફોટક ઝડપી પાડ્યાં છે.

જામા મસ્જિદ નજીક એક ગેસ્ટ હાઉસમાંથી મળી આવેલા સીસીટીવી ફુટેજમાં જોવા મળેલા બે શંકાસ્પદ વ્યક્તિને આતંકાવાદી માનવામાં આવી રહ્યાં છે. ફુટેજમાં જોવા મળેલ શંકાસ્પદ વ્યક્તિએ કાળી ટોપી પહેરી છે.

દિલ્હી પોલીસ દ્રારા શનિવારે જાહેર કરવામાં આવેલ વિડિયોને જોતાં સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિ ગેસ્ટ હાઉસના બુકિંગ કાઉન્ટર તરફ આગળ વધે છે. ગેસ્ટ હાઉસના રૂમ નંબર 403માં બે શંકાસ્પદ આતંકવાદીઓ રોકાયા હતા અને તેમના રૂમમાંથી એક એકે 47 રાઇફલ, હેન્ડ ગ્રેનેડ, 60 રાઉન્ડ ગોળીઓ અને રાજધાનીના કેટલાક ચિત્રો મળી આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ હોળીના દિવસે રાજધાનીમાં દહેશત ફેલાવવાનું કાવતરું રચ્યું હતું.

English summary
The Delhi police on Saturday night found eight bags containing bomb-making material outside Delhi Secretariat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X