For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના 6 મહિના: કોંગ્રેસે ભાજપના ગણાવ્યા 25 U-turn

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: કોંગ્રેસના નેતા અજય માકને મોદી સરકારને યૂ-ટર્ન સરકાર ગણાવતાં મોદી સરકારના છ મહિનાના કાર્યકાળ પર એક બુકલેટ લોંચ કરી. અજય માકને કહ્યું કે સરકાર બન્યા બાદ સરકાર ચૂંટણી પહેલાંના નિવેદનોથી ફરી ગઇ છે. અજય માકને કહ્યું કે ફક્ત છ મહિનાની અંદર સરકારે 25 યૂ ટર્ન લીધા છે.

કોંગ્રેસના નેતા અજય માકને બુકલેટ જાહેર કરતાં કહ્યું કે મોદી સરકારે પોતાના 180 દિવસોના કાર્યકાળમાં કુલ 25 વાયદાથી ફરી ગઇ છે. એટલે કે સરકાર દર અઠવાડિયે પોતાના એક વાયદાથી પલટી મારી રહી છે, જે જનતાની સાથે દગો છે. ભાજપે વોટ પ્રાપ્ત કરવા માટે જનતાને ખોટા સપના બતાવ્યા અને હવે સપના તોડવાનું કામ કરી રહી છે.

બુકલેટમાં કાળાનાણાંને મુદ્દો બનાવતાં કોંગ્રેસે કહ્યું કે સરકારે વાયદો કર્યો હતો કે તે 100 દિવસોમાં જ કાળુનાણું પરત લાવશે, પરંતુ પૈસા હજુ સુધી પરત આવ્યા નથી. દુખદ તો એ છે કે હવે સરકારના મંત્રી અને નેતા એવી કોઇ ડેડલાઇનની વાતને માનવા માટે પણ તૈયાર નથી જ્યારે રાજનાથ સિંહે પોતે 100 દિવસોમાં કાળુનાણું પરત લાવવાની વાત કહી હતી.

modi-u-turn

વડાપ્રધાને મનની વાતમાં કહ્યું હતું કે તેમને ખબર નથી કે કેટલું કાળુનાણું છે. તો બીજી તરફ સરકાર બનતાં પહેલાં દરેક સભામાં કહ્યું હતું કે વિદેશોમાં 40 લાખ કરોડનું રૂપિયાનું કાળુનાણું છે. રવિશંકર પ્રસાદ કાનૂન મંત્રી પણ પહેલાં આપેલા નિવેદનોથી ફરી ગયા છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા પહેલાં જ્યાં ખુલ્લેઆમ વિદેશોમાં કાળાનાણાંની રકમના આંકડાના વખાણ કરતા હતા, તો બીજી તરફ હવે વડાપ્રધાન પોતે 'મનની વાત'માં કહે છે કે તેમને ખબર નથી વિદેશી બેંક ખાતાઓમાં કેટલું કાળુનાણું છે. નિતિન ગડકરીએ કહ્યું હતું કે વિદેશમાં 21 લાખ કરોડ કાળુનાણું છે. સરકારે ત્યાં સુધી દાવો કર્યો હતો કે પૈસા પરત આવતાં દરેકને 15 લાખ રૂપિયા મળશે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે રાજનાથ સિંહે ચૂંટણી પહેલાં નેતાજી સુભાષ ચંદ્ર બોસના ગાયબ થવાના દસ્તાવેજોને સાર્વજનિક કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ સરકારમાં આવ્યા પછી સરકાર પોતાના વાયદાથી મોઢું ફેરવી રહી છે.

English summary
Dubbing the Narendra Modi dispensation as a "U-turn sarkar", Congress on Monday released a booklet projecting it as a "farce" in the name of government while accusing it of "umpteen somersaults" on a range of promises from black money to incursions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X