For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદોની ‘કૃષ્ણા’ ભાજપને કરાવશે સફળ ‘તીરથ’?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી : કોંગ્રેસ પક્ષની સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઓછી થવાના સ્થાને રોજેરોજ વધતી જઈ રહી છે. આ વખતે પક્ષના વરિષ્ઠ નેતા તથા યૂપીએ સરકારમાં કૅબિનેટ મંત્રી રહેલા કૃષ્ણા તીરથે ભાજપનો હાથ ઝાલી લીધો છે. આવો જાણીએ કે કોણ છે કૃષ્ણા તીરથ?

krishna

કૃષ્ણા તીરથ દિલ્હી રાજ્યમાં કોંગ્રેસના મોટા કદના નેતાઓની કૅટેગરીમાં સામેલ છે. 1984માં તેઓ પહેલી વખત દિલ્હી વિધાનસભા માટે ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. તીરથ શીલા દીક્ષિત સરકારમાં સામાજિક કલ્યાણ મંત્રી રહ્યાં છે. બાદમાં શીલા સાથે મતભેદના પગલે તેમને મંત્રી પદેથી હટાવી દિલ્હી વિધાનસભાના ઉપ સભાપતિ બનાવાયા હતાં.

લોકસભામાં પણ પહોંચ્યાં
2004માં કૃષ્ણા તીરથે ભાજપના અનીતા આર્યને હરાવી લોકસભામાં પહેલી વખત પ્રવેશ મેળવ્યો હતો. 2009માં તેઓ ફરી એક વાર ભાજપના જ મીરા કાંવરિયાને પરાસ્ત કરી સાંસદ ચુંટાયાં. પછી તેમને મનમોહન સરકારમાં મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપાઈ.

વિવાદો સાથે નાતો
કૃષ્ણા તીરથ પહેલી વખત 2010માં સરકાર દ્વારા અખબારોમાં આખા પાનાની જાહેરાત અપાતા વિવાદમાં આવ્યા હતાં કે જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઍર ચીફ માર્શલ તનવીર મહમૂદ અહમદ સાથે તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તસવીર છપાઈ હતી.

જોકે આ જાહેરખબર છપાયા બાદ પહેલા તો તીરથે ભૂલ માનવાનો ઇનકાર કર્યો, પરંતુ બાદમાં તેમણે આ જાહેરખબર અંગે માફી માંગતા તેની તપાસના આદેશો આપ્યા હતાં.

કૃષ્ણા તીર્થ સામે મંત્રી પદના દુરુપયોગના આરોપો પણ લાગેલા છે. તેમની સામે આરોપ છે કે તેમણે પોતાની દીકરી યશ્વી તીરથને દૂરદર્શનમાં એંકર તરીકે લેવા અંગે ભલામણ કરી હતી. આ ભલામણ સેંટ્રલ ટ્રિબ્યુનલે રદ્દ કરી દીધી હતી.

English summary
Controversy has been the identity of ex minister Krishna Teerath, she has joined BJP to pursue the good policies of PM modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X