For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી કોણ? આજે કરાશે નિર્ણય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20, ઓક્ટોબર: દિલ્હીમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શીલા દીક્ષિતના મુકાબલામાં ભાજપમાંથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે વિજય ગોયલ કે ડૉ. હર્ષવર્ધન, તે અંગે સંભવિત નિર્ણય આજે કરવામાં આવશે. અશોક રોડ સ્થિત ભાજપ મુખ્યાલયમાં આજે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક થવા જવા રહી છે જેમાં પાર્ટીના વડાપ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત તમામ વરિષ્ઠ નેતા હાજર રહેશે. બેઠકમાં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ભાજપમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને ઘમાસણ જામેલ છે. પ્રદેશાધ્યક્ષ વિજય ગોયલે પાર્ટી નેતાઓને સ્પષ્ટ કહ્યું છે કે જો ડૉ. હર્ષવર્ધનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો તે પાર્ટી માટે કામ કરશે નહી. જો કે વિજય ગોયલ તે રિપોર્ટ બાદ ડેમેજ કંટ્રોલ મોડમાં આવી જશે ભાજપા હર્ષવર્ધનને આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા જઇ રહી છે.

vijay-harshvardhan

વિજય ગોયલે આક્રમક વલણ અપનાવતાં ત્રણ દિવસ પહેલાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં કહ્યું હતું કે ઓપિનિયન પોલમાં મને શીલા દીક્ષિતના વિરૂદ્ધ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલના પરિણામોને જોતા મારી પાર્ટી આગળ છે. તે નંબર વન પર છે. વિજય ગોયલે જણાવ્યું હતું કે તેમને બધા ઓપિનિયન પોલના પરિણામોની જાણકારી પ્રભારી નિતિન ગડકરીને આપી છે. મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય જનતા, પાર્ટી અને ઓપિનિયન પોલથી નક્કી થવો જોઇએ. સંસદીય બોર્ડ જનતા અને પાર્ટી કાર્યકર્તાઓની સલાહના આધારે જ નિર્ણય લેશે. કેટલાક પાર્ટીના નેતાઓનું માનવું છે કે મુખ્યમંત્રી પદ માટે હર્ષવર્ધન સાચા ઉમેદવાર છે. તેમની છબિ સ્પષ્ટ છે.

English summary
To check dissension within the Delhi unit of the BJP, party top brass will hold a meeting on Sunday to take a call on the need to project a chief ministerial candidate for the upcoming Assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X