For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકારનો આદેશ, 575 સ્કૂલોને વ્યાજ સાથે પૈસા પાછા આપવા જણાવ્યું

દિલ્હી સરકારે રાજધાનીની લગભગ 575 સ્કૂલોને વિધાર્થીઓ પાસેથી ખોટી રીતે વસૂલ કરવામાં આવેલી વધારાની ફી પાછી આપવા માટે આદેશ આપ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હી સરકારે રાજધાનીની લગભગ 575 સ્કૂલોને વિધાર્થીઓ પાસેથી ખોટી રીતે વસૂલ કરવામાં આવેલી વધારાની ફી પાછી આપવા માટે આદેશ આપ્યો છે. જો સ્કૂલો પૈસા પાછા નહીં કરે તો તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. શિક્ષા વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી હાલતમાં સ્કૂલોને શિક્ષા વિભાગ ઘ્વારા ઓવરટેક પણ કરવામાં આવી શકે છે.

arvind kejriwal

સ્કૂલોને પૈસા પાછા કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. સ્કુલ ઘ્વારા છઠ્ઠા વેતન આયોગ વિશે જણાવીને વિધાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલ કરી હતી.

દિલ્હી સરકાર ઘ્વારા જૂન 2016 થી જાન્યુઆરી 2018 દરમિયાન સ્કૂલો ઘ્વારા ખોટી રીતે વસૂલ કરવામાં આવી ફી 9 ટકા વ્યાજ સાથે પાછી કરવાનો આદેશ આપ્યો છે.

આપણે જણાવી દઈએ કે કેટલાક વાલીઓ ઘ્વારા એક એનજીઓ સાથે સંપર્ક કરીને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારપછી ન્યાયમૂર્તિ અનિલ દવેસિંહ સમિતિની રચના 2009 માં છઠ્ઠા પગાર પંચની ભલામણોના અમલીકરણની સાથે કરવામાં આવી હતી, જેમાં ફીમાં વધારો કરવાની જરૂરિયાત નક્કી કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ખાનગી અધિકૃત શાળાઓની નોંધો અને હિસાબ તપાસવામાં આવી હતી.

હાલમાં ભારતમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો વધારે પૈસા વસૂલ કરી રહી છે. જેના કારણે હાલમાં જ ગુજરાતમાં પણ ઘણો વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ બીજા રાજ્યોમાં સરકાર તરફથી વધતી ફી અંગે કોઈ પણ રાહત આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં કેજરીવાલ સરકાર ઘ્વારા લેવામાં આવેલું પગલું ખુબ જ સરાહનીય છે.

English summary
Delhi government asks 575 private schools to refund excess fee charged from students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X